- ગરમ એની લ્હાય, પીનારાઓને જ ખ્યાલ છે: કેવી છે એની ‘ચાહ’!
- ‘ચા’ બનાવવાની વિશિષ્ટતા જોતા જ 1930ના હૈદરાબાદ, મુંબઇ, પુનાની યાદ થાય છે ‘તાજી’
- ચા એ ઘર ઘરનું પિણું છે આ એ માત્ર પીણું નથી બે વ્યકિત વચ્ચે સ્નેહને સાંકળી બાંધતી ચુસ્કી છે.
સોમનાથ પ્રભાસ પાટણમાં શિવ પોલીસ ચોકીથી ગામમાં પ્રવેશો એટલે ત્રાંબાના હાંડા, તપેલામાં ઉછળતી ચાની વરાય દેખાય તો માની લેજો કે આ પ્રભાસ છે.
પ્રભાસની વિશિષ્ટતાવાળી ચાની હોટલ પ્રભાસમાં ઇરાની યુગની યાદ અપાવતી આ હોટલની પરસાળમાં લાલ સીંદુરીયા અનિ ભઠ્ઠામાં ઉપર ત્રાંબાનું દેગડુ રાખી ચાની કાળી ભુકી ગરમ પાણીમાં સતત ઉકળતું રહે છે. અને અલગ ચુલા ઉપર દુધ ઉકળતું રહે છે. તેમાંથી જરૂરીયાત ગ્રાહક મુજબ થોડી થોડી વારે ઉકેળેલી કાળી ચા અને દુધને દુકાનના સ્ટેન્ડ ઉપર રાખેલ દેશી કોલસાની ભઠ્ઠી ઉપર રાખેલ ત્રાંબાની હાંડા તપેલામાં અલગ અલગ ઠલવાય છે.
અર્થ એ કે કાળી ચા અનુ દૂધ અલગ હોય છે અને જેવો ધરાકનો ઓર્ડર આવે કે તુરંત જ કાળી ચા હાંડામાંથી નળ દ્વારા એક ચમચો કાળી ચા અને દુધના હાંડામાંથી એક ચમકો દુધ નાખી ચા કપમાં લઇ ધરાકને પીરસાય છે.
પ્રભાસ પાટણમાં આવી ત્રણ દુકાનો અને વેરાવળમાં લગભગ સાત દુકાનો છે. પ્રભાસના ભુરાભાઇ ચાવાળા કહે છે કે 90 વરસથી ચાલતી આ પોતાની દુકાન છે. અને ત્રીજી પેઢી આ વ્યવસાયમાં જોડાયેલી છે. અહીંના લોકો તેને ‘હાંડા ચા’ તો કોઇ ‘રાગી ચા’ તો કોઇ કાળી ધોળી ચા તરીક ઓળખે છે.
મોટા ઝાંપાના ફેમસ ટી સેન્ટરના માલીક ગુલામ હુસેન ચાવડા પણ વાત કરતાં કહે છે કે ત્રણ પેઢીથી અમારો આ ધંધો છે. દુકાનમાં વાડામાં ઉકળતા પાણીમાં તૈયાર થયેલી કાળી ચા અને અલગ રીતે ઉકાળેલું દુધ દુકાનના થડા પાસે સ્ટેન્ડ હોય છે તેની ઉપર કોલસાની સગડીમાં ગરમા ગરમ ભઠ્ઠા ઉપર કાળી ચા અને દુધ ઠલવાય છે. ત્રાંબાના એ હાંડામાં નીચે નળ હોય છે.
તે જયારે ધરાક ચા માગે ત્યારે કાળી ચાના હાંડા નીચેના નળમાંથી ચમચો કાળી ચાનો અને એક ચમચો દુધનો આમ ગ્રાહકને કપમાં પીરસતી વખતે જ દુધ-ચાનું મિશ્રણ થાય છે.
- કેટલીક દુકાનોમાં આ ચાના છ રૂપિયા છે તો ભુરાભાઇના પાંચ રૂપિયા છે. આ ચા અડધી જ હોય છે.
શું છે ઇરાની ચાનો ઇતિહાસ હૈદરાબાદ શહેરમાં આ ટાઇપની ચા બનાવતી ઇરાની હોટલો આવેલ છે. તો મુંબઇ અને પુનામાં પણ આવેલી છે. ઇતિહાસ કહે છે 1930 થી 40ના દાયકા દરમ્યાન મુંબઇના ઉઘોગપતિઓ વેપાર અર્થે હૈદરાબાદ ગયા જયાં તે વિસ્તારના કોન્ટીન્ટ મીલીટરી વિસ્તારમાં સૈનિકોને કવાયત પછી ઉર્જા મળે તે માટે કાફે શરુ કરવાનું કહયું તેમાં આ પ્રકારની ચા બની પછી તો આખા હૈદરાબાદમાં 460 થી ઉપર કાફે બન્યા અને હવે માંડ 125 જેટલા રહ્યાં છે.
1950-60 ના દાયકામાં મુંબઇમાં 600 ઇરાની કાફે હતા જે હવે માત્ર 45 જ રહ્યા છે. પુનામાં 80 હતા જેમાંથી માત્ર 12 જ બચ્યા છે.
હાંડા ચા ઇરાની ચા એટલે 60 ટકા ઉકળેલું ચાનું કાળુ પાણી અને 40 ટકા અલગથી કપમાં દુધનો ઉમેરો કરી પીરસાતી ચા એટલે હાંડા ચ