વોક-વે અને પાર્વતીજીના મંદિરનું ભૂમીપૂજન: સોમનાથના 100 ફોટોગ્રાફસ ગેલેરીનું લોકાર્પણ કરાશે

ભારત બાર જયોતિલીંગ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરે વિવિધ સુવિધાઓ-આકષર્ણો ઉમેરાતા રહે છે. જેમાના ભારત સરકાર પ્રસાદમ યોજના-ગુજરાત ટુરીઝમ સોમનાથ ટ્રસ્ટ દાતા સહિતના વિવિધ ચાર પ્રોજેકટોને ભારતના વડાપ્રધાન -સોમનાથ ટ્રસ્ટ અધ્યક્ષ નરેન્દ્ર મોદી 20 ઓગષ્ટ શુક્રવારે સવારે 11 વાગ્યે વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે.

જેમાં યાત્રિક સુવિધા કેન્દ્ર ખાતે આવેલ પ્રાચીન સ્થાપ્તય મ્યુઝયમ અહલ્યાબાઈ માતોશ્રી સોમનાથ મંદિર ડેવલોપમેન્ટ, 45 કરોડના ખર્ચે સમુદ્ર તટે મુંઈ મરીન ડ્રાઈવ જેવો સવા કીલોમીટર લાંબો વોક-વે અને સોમનાથ મંદિર પરિસરમાં રૂપીયા બાવીસ કરોડને ખર્ચે નિર્માણ થનારૂ માતા પાર્વતીજી મંદિર ભૂમિપૂજન સહિતના કાર્યક્રમ યોજાશે.

સોમનાથ યાત્રીક સુવિધા કેન્દ્ર ખાતે યોજાનાર આ કાર્યક્રમ સ્થળે સોમનાથ મંદિરના અથથી ઈતિ 100 જેટલા ફોટોગ્રાફસ ડીસ્પલે કરવામાં આવ્યા છે. અને કદાચ લોકાર્પણ સમયે સોમનાથ ટ્રસ્ટના વિકાસ કાર્યો અને વિવિધ જાણકારી આપતી ખાસ ડોકયુમેટરી ફિલ્મ પણ દર્શાવાય તેવી વકી છે.

somnath 2 1

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઈ લહેરી આ અંગેની તડામાર તૈયારી અંગે ખાસ સોમનાથ મુકામ રાખી કાર્યક્રમને સુંદર બનાવવા જહેમત કરી રહ્યા છે.

વોકવે ઉપર સ્વામિનારાયણ ગુરૂકુળ સોમનાથ તથા શીશુ મંદિર ઈન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓના માર્ચપાસ્ટ બેન્ડવાજા સુરાવલીઓ તથા રેકોડેડ સોમનાથ ખાતે ચોરવાડની વિશ્ર્વ પ્રસિધ્ધ ટીપણી નૃત્ય,સીદી બાદશાહ ધમાલ નૃત્ય, જૂનાગઢ પોલીસ રેન્જ બેન્ડ સુરાવલીઓ, વિવિધ પૌરાણીક પાત્રો સાથેનીરથ શોભાયાત્રા, બાટવા વિશ્ર્વ પ્રસિધ્ધ જય ચામુંડા રાસ મંડળ, દાંડીયારાસ રમઝટ સોમનાથ ખાતે થયેલ ફિલ્મ શુટીંગ ડોકયુમેન્ટરી પણ દર્શાવાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.