નવરાત્રીમાં આરતીમાં શરણાઈનાં સુર અને નોબતનાં સથવારે મુકેશ મકવાણા અને હરીષભાઈ ત્રણ-ત્રણ પેઢીથી વંશપરંપરાગત ભાવમહી સુર આરાધના કરે છે
શકિતની સાધના અને ઉપાસનાનાં મહાપર્વ નવરાત્રી ચાલી રહ્યા છે ત્યારે એ પણ જાણવું રસપ્રદ થશે કે શિવ અને શકિતનાં ધામ વિશ્વ પ્રસિઘ્ધ સોમનાથ મહાદેવ મંદિરમાં નવરાત્રીનાં નવે-નવ દિવસ મધ્યાન્હ અને સંઘ્યા આરતી પૂર્વે વગાડાતા શરણાઈ અને નોબત અને શંખ ઘ્વની સાથે પૂર્વે અને આરતીમાં માતાજીની દિવ્ય આરતી આંગળીના ટેરવે મુકેશ મકવાણા બજાવતા રહે છે.
તેઓ દરરોજ સવારે ૭ વાગ્યા પ્રાત: આરતીમાં કાયમી ધોરણે જય શિવ ઓમકારા વાદ્યથી રેલાવી આરતી દર્શનાર્થીઓને શિવ એકાકાર બનાવે છે. તેમનાં સંગાથી હરીષ ચુડાસમા નગારાની જુગલબંધીથી લયબઘ્ધ તાલથી સાથ આપે છે. પરંતુ નવરાત્રીમાં મઘ્યાન્હ આરતી પૂર્વે અને આરતીમાં માતાજીની સ્તુતિ અને આરતી વગાડી સુરાભિષેક કરે છે જે દર્શનાર્થીઓને મંત્રમુગ્ધ કરે છે.
મુકેશભાઈ મકવાણા ભાવમહી બની શરણાઈનાં સુરો ઉપર આંગળીનાં ટેરવા ફેરવતા-ફેરવતા આરતી સમયે જય આદ્યશકિત ર્માં જય આદ્ય શકિત વગાડે છે. આ ઉપરાંત આનંદ મંગલ કરુ આરતી, દિવડા ઝગમગ ઝગમગ થાય આરતીમાં સુરોથી વગાડે છે. આ ઉપરાંત નવરાત્રીમાં મંદિરનાં ઘ્વનિવર્ધક યંત્રમાં પણ સંઘ્યા આરતી પૂર્વે જગજીતસિંહ દ્વારા ગવાયેલી દે..માઁ.નીજ ચરણો કા પ્યાર… જય…જય…માઁ સહિત માની વિવિધ સ્તુતિઓ પણ વગાડાતી રહે છે. આમ શિવ અને શકિતનું ધામ નવરાત્રીમાં માતૃભકિત અને જગદંબાનાં સુર અભિષેકથી ગુંજતું રહે છે. હરીષભાઈ અને મુકેશભાઈ બંનેને વાહકની આ ત્રીજી પેઢી છે જેઓ પરંપરા જાળવી રાખી છે જેમને યશ સોમનાથ ટ્રસ્ટને છે.