અશ્ચ સ્વારી સાથેની સાડા નવ ફુટ હાઇટની અને ત્રણ ટન વજન ધરાવતી અમદાવાદના શિલ્પી હિતેશ દ્વારા તૈયાર થયેલ પ્રતિમા તૈયાર છે અને હવે પ્રતિમા જેના ઉપર મુકવાની છે તે પેડ સ્ટોલ એટલે કે પ્રતિમા મુકવા માટેનો બેઠક સ્થંભનું કાર્ય ચાલી રહ્યું છે. સોમનાથ ખાતે આજરોજ શ્રી વેગડાજી ભીલ સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા ૧૫ મો ૧૧ કુંડી યજ્ઞ યોજાયો જેમાં મંદિર સાનિધ્યે એસ. ટી. બસ. ડીપો સામે આવેલ વેગડાજી ભીલની ડેરીએ ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જીલ્લાના ભીલ પરિવારના ૨૦૦૦ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શ્રી વેગડાજી ભીલ સ્મૃતિ ટ્રસ્ટ મહુવાના પ્રમુખ બબાભાઇ ભીલે સોમનાથ ખાતે પત્રકાર મિલનમાં જણાવ્યું કે પ્રાચીન સમયમાં સોમનાથ મંદિરની રક્ષા માટે શહિદ થનાર શ્રી વેગડાજી ભીલની સોમનાથ ખાતે મુકવા માટેની પ્રતિમા તૈયાર થઈ ચુકી છે આ પ્રતિમા અશ્ચ ઉપર સ્વારી સાથેની છે જે પંચધાતુની બનેલી છે અને અમદાવાદ શિલ્પી હિતેશ દ્વારા તૈયાર કરાઇ છે જેનું વજન ત્રણ ટનનું અને સાડા નવ ફુટ ઉંચાઇ છે.
અને હાલ પ્રતિમા મુકવાનું સ્ટેન્ડ તૈયાર કરાઇ રહ્યું છે અને જે તૈયાર થશે સોમનાથ ટ્રસ્ટ અને સત્તાવાળાઓ સાથે સંકલન કરી લોકાર્પણ કરાશે ટ્રસ્ટના અન્ય અગ્રણી જણાવ્યું કે પ્રાચીન સોમનાથ મંદિર જ્યારે છેલ્લે લુંટાયું ત્યારે તેને બચાવવા ભીલ પરિવારના ૫૦૦ માણસો દોણના નેશમાંથી આવ્યા હતા જેઓ સોમનાથની સખાતે ચઢનાર અન્ય વીર પુરૂષો ની સાથે મંદિર બચાવવા ઝઝૂમ્યા હતા જેની સ્મૃતિમાં વેગડાજી ભીલ ખાંભીએ પ્રતિ અખાત્રીજે હવન કરીએ છીએ અને આગામી સમયમાં ઈતિહાસ સંશોધન કરી પુસ્તક પણ બહાર પાડવા સંકલ્પ કરાયો છે જયેશ પરમાર સોમનાથ પાટણ
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com