સોમનાથ મંદિર ખાતે સભામંડપમાં આવેલ અંબાજી માતાનો ગોખ સુવર્ણ મંડિત થયો.સ્પેનમાં વસતા ભારતિય મુળના પરિવારે ડિસેમ્બર-૨૦૧૭માં ગોખ સુવર્ણમંડિત કરવાની લાગણી વ્યક્ત કરી હતી.
ડિસેમ્બર-૨૦૧૭ માં દાતાપરિવાર સોમનાથ સ્પેઇનથી દર્શનાર્થે આવેલ, મંદિરમાં આવેલ પી.આર.ઓ ઓફિસનો સંપર્ક કરતા દર્શન સહિત વ્યવસ્થા અંગે માહિતગાર કરાતા તેઓ પ્રસન્નતાથી સુવર્ણ સ્વરૂપે દાન આપવાની લાગણી વ્યક્ત કરેલી. જેમાં પ્રથમ અંબાજી માતાનો ગોખ સુવર્ણ મંડિત કરવામાં આવેલ છે, ત્યાર બાદ તબક્કા વાર સુવર્ણ કાર્ય શરૂ છે, હાલ સોમનાથ મંદિર ખાતેના કળશોનુ સુવર્ણ કાર્ય પણ પ્રગતીમાં છે.
ભક્તો પોતાની મનોકામના અને લાગણી સોમનાથ મંદિરમાં કળશ આપી વ્યક્ત કરતા હોય છે, ભક્તો સુવર્ણ માટે પીઆરઓ વિરાજબેન પ્રચ્છક મો.૯૪૨૬૨૮૭૬૩૯ તથા ધ્રુવ જોષી મો.૯૪૨૬૨૮૭૬૩૮ પર સંપર્ક કરી કળશ દાન વિશે માહિતિ મેળવી શ્રી સોમનાથ મંદિર સુવર્ણકામમાં સહભાગી બની ધન્યતા પ્રાપ્ત કરી શકો છો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com