સંઘ દ્વારા સંવિધાનિક રાહ પર ચાલીને કોર્ટના દરવાજા ખખડાવા તથા ‘સેલ્ફી વીથ ખાડા’ અને ખાડા ત્યાં વૃક્ષારોપણ અભિયાનની ચીમકી

સોમનાથ સેવા સંઘ દ્વારા શહેરમાં અતિ બિસ્માર માર્ગોનું ૧૫ દિવસમાં સમારકામ નહી થાય તો ‘ખાડા ત્યાં વૃક્ષારોપણ’ અભિયાન ફરી ગયા વર્ષની જેમ શરૂ કરવાની તથા સંવિધાનિક રાહ પર ચાલીને કોર્ટના દરવાજા ખખડાવાની તથા ‘સેલ્ફી વીથ ખાડા અને ખાડા ત્યાં વૃક્ષારોપણ’ અભિયાનની ચીમકી આપવામાં આવી છે.

સેલ્ફી વીથ ખાડા અને “ખાડા ત્યાં વૃક્ષારોપણ”  અભિયાન ગયા વર્ષે  સોમનાથ સેવા સંઘ – ગીર સોમનાથ જીલ્લા અધ્યક્ષ શ્રી શૈલેષ મેસવાણીયા અને મહામંત્રીશ્રી ભરત વાજા, તુષાર દેવળીયા અને અનંત પીદવાણી. અને ટીમ દ્વારા ચલાવવામાં આવ્યુ હતું. તેઓ દ્વારા વેરાવળ માં દર વર્ષે રસ્તાઓ ધોવાય જતા હોય છે

તેમજ તૂટી જતા હોય છે તેમજ આ વર્ષે પણ રસ્તાઓ ની અતિ ખરાબ હાલત માં હોય જેથી માંગ ઉઠી છે કે ૧૫ દિવસ માં જો રસ્તાઓ માં સમારકામ નહીં કરવામાં આવે તો ફરી સેલ્ફી વીથ ખાડા  અને  ” ખાડા ત્યાં વૃક્ષારોપણ” જેવા અભિયાન ચલાવી સુતા તંત્ર ને જગાડવા માં આવશે અને રસ્તાઓ બનાવતી એજન્સી/કોન્ટ્રાક્ટરો પાસે થી સોગંધનામા પર ગેરેન્ટી લેવામાં આવતી હોય છે

તેના  નિયમો નું પાલન કરવીને સમારકામ નો ખર્ચ વસુલ કરવો અને કાયદાકીય પ્રક્રિયા મુજબ શિક્ષાત્મક પગલાં લેવા માંગ ઉઠી છે અને જો આવું નહિ કરવામાં આવે તો સંવિધાનીક રાહ પર ચાલવાની અને કોર્ટ ના દરવાજા ખટખટાવા ચીમકી આપવા માં આવી છે…

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.