૮૫૮ વિઘાર્થીઓને પદવી અને મેડલો અપાયા: ડી.લીટની ઉપાધિ મેળવનારા વિદ્વાનોનું સન્માન કરાયું
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનાં પરિસરમાં મહામહિમ રાજ્યપાલ ઓ.પી. કોહલીના અધ્યક્ષસ્થાને પદવીદાન સમારોહ યોજાયો હતો.
જેમાં યુનિવર્સિટીના કુલપતિએ આપેલ સંકલ્પ મંત્રો અને પ્રતિજ્ઞાનું પાલન કરી વિદ્યાર્થીઓ કારકીર્દિ ક્ષેત્રે સફળતા મેળવે તેમ અંગૂલી નિર્દેશ કર્યો. મેડલો મેળવનારા અને પદવી પ્રાપ્ત કરનારાં ૮૫૮ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યાં. વધુમાં તેમણે જણાવ્યું કે ડી.લીટ.ની ઉપાધિ મેળવનારાં ચાર વિદ્વાનો ડો. વિજય દેવશંકર પંડ્યા, સાધુ વિવેકસાગરદાસ , શાસ્ત્રિ સ્વામી સંત વલ્લભદાસ અને ડો. મહાદેવ આર. ઝા નાં સન્માન કરીને યુનિવર્સિટી અને ગુજરાત રાજ્ય ધન્ય બન્યાં છે. આ સંસ્કૃત વિશ્વવિદ્યાલય એક વિશિષ્ટ વિશ્વવિદ્યાલય છે, જેની પોતાની આગવી ઓળખ છે.
ભારતીય સંસ્કૃતિનો નાશ કરવા ઘણાં વિદેશી પ્રયત્નો થયાં. તે હેતુ સંસ્કૃત ભાષાને નષ્ટ કરવાં એક સુબદ્ધ આયોજન કરવામાં આવ્યું. વિદેશી વિદ્વાનોએ જ્યારે સંસ્કૃત ભાષાનો ગહન અભ્યાસ કર્યો ત્યારે તેમણે અનુભવ્યું કે સંસ્કૃત સાહિત્ય એક ઉમદા સંસ્કૃતિનું અભિન્ન ભાગ છે, જે વિશ્વમાં શ્રેષ્ઠ છે.
શ્રી અરવિંદે કહ્યું કે ભારતની ઓળખ તેની આધ્યાત્મિક સંસ્કૃતિ છે. જે વૈશ્વિક , સાર્વભૌમ અને શાશ્વત છે. આપણી સંસ્કૃતિનાં મૂળ સંસ્કૃત ભાષામાં છે, જે આપણા માટે ગૌરવની બાબત છે.
સંસ્કૃત સાહિત્ય આધ્યાત્મિક અને ઐહિક પાસાઓને સમાવનારું વૈશ્વિક સાહિત્ય છે. તમામ આધુનિક ભારતીય ભાષાઓ વિષય વસ્તુ, શૈલી અને અભિવ્યક્તિની દ્રષ્ટિએ સંસ્કૃત થકી જ સમૃદ્ધ છે.
સંસ્કૃત અત્યંત વૈજ્ઞાનિક ભાષા છે. આ ભાષા વિજ્ઞાનના વિવિધ માપદંડોમાં મોખરે છે. ધ્વનિશાસ્ત્રની દ્રષ્ટિએ આ ઉત્તમ ભાષા છે. સંસ્કૃતમાં આંતરરાષ્ટ્રીય ભાષા બનવાના બીજ રહેલા છે. કારણકે, સંસ્કૃત ભાષા કોમ્પ્યુટરમાં ઉપયોગી થતા સોફ્ટવેર હેતુ User-friendly ભાષા છે. સંસ્કૃત સાહિત્યમાં રહેલા સુભાષિતો આપણા માટે પથદર્શક, વિવેકજ્ઞાન આપનારા અને તત્વજ્ઞાનદર્શક છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,