સોમનાથ સંસ્કૃત યુનિ. તથા શોધ સંસ્થાન, સ્વામિનારાયણ અક્ષરધામના સંયુકત ઉપક્રમે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિતે સેમીનાર યોજાયો
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી , વેરાવળ અને આર્ષ શોધ સંસ્થાન , સ્વામિનારાયણ અક્ષરધામ , ગાંધીનગરના સંયુક્ત ઉપક્ષ્મ સનાતન સંસ્કૃતિનું પોષણ અને સંવર્ધન કરનાર સંસ્કૃતિ પુરુષ પ્રમુખસ્વામી મહારાજે સંસ્કૃત ભાષાના માધ્યમ દ્વારા યુવાન સાધુઓને તત્ત્વજ્ઞાન અને ધર્મસાહિત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે શરૂઆતમાં નાના પાયા પર અમદાવાદ અને બોચાસણમાં સુવિધા દ્વારા , સંસ્કૃતના વિદ્વાનો રોકાવીને , મુંબ િ માં સંસ્કૃત પાઠશાળા , સારંગપુરમાં યજ્ઞપુરુષ વિદ્યાલય અને પછી મહાવિદ્યાલયની સ્થાપના દ્વારા , શાસ્ત્ર અને સાંસ્કૃતિક પરંપરાઓનું સંશોધન – સંસ્થાન બની રહે તે હેતુથી આપે શોધ સંસ્થાન , ગાંધીનગર અને સ્વામિનારાયણ રીસર્ચ સેન્ટર , દિલ્હીની સ્થાપના દ્વારા પ્રસ્થાનત્રથી ગ્રંથો પર ભાષ્યો લખવાની પ્રેરણા દ્વારા , પ્રકાશ – પત્રિકા તેમજ અક્ષરપીક પ્રકાશન પ્રવૃત્તિના વિસ્ટ કાર્યો દ્વારા , આચરણ અને ઉપદેશ દ્વારા શાસ્ત્ર પરંપરા અને સનાતન સંસ્કૃતિના પોષણ માટે સમગ્ર માનવ સમાજને પ્રેરણા આપી છે તેથી તેમના દિવ્ય જીવનને આધારે આપણા પ્રાચીન વારસાના ગૌરવ સાથે કેવળ લોક ક્લ્યાણ માટે , ભારતીય સનાતન સંસ્કૃતિનું સંવર્ધન થાય તે હેતુને લક્ષમાં લઇને , દૂરદેશના , કાર્યનિષ્ઠા અનુભવપૂર્ણ માર્ગદર્શન સાથે ભૌતિકતાના પ્રંચડ વાવાઝોડાઓ વચ્ચે , સનાતન મૂલ્યવાન શાસ્ત્ર પરંપરા અને સાંસ્કૃતિક ાળવણીમાં અમૂલ્ય પોગદાનના આ અદ્વિતીય કાર્યોને ઉપલક્ષમાં લઇને શાસ્ત્ર પરંપરા અને સનાતન સંસ્કૃતિના પોષક : પ્રમુખસ્વામી મહારાજ એ વિષય પર તા.28-04-2022ના રોજ પાતંજલ યોગ ભવન સભાગૃહ ખાતે બપોરે 2 કલાકેથી સાંજે 6 કલાક દરમ્યાન વિશેષ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું . આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે શ્રી સોમનાય . સંસ્કૃત યુનિવર્સિટીના કા . કુલપતિ ડો . લલિતકુમાર પટેલ , વક્તા તરીકે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર , સાંગપુરના મહામહોપાધ્યાય , દર્શનકેશરી પૂ ભદ્રેશદાસ સ્વામી તથા દ્વિતીય વક્તા તરીકે યુનિવર્સિટી સંચાલિત મહાવિદ્યાલય , વેરાવળના પ્રાચાર્ય ડો . નરેન્દ્રકુમાર પંડ્યા , અતિથિવિશેષ તરીકે ઉત્તરપ્રદેશના રાજ્યપાલશ્રીના શૈક્ષલિક સલાહકાર ડો . પંકજ જાની , આર્થ શોધ સંસ્થાન , સ્વામિનારાયણ અક્ષરધામ , ગાંધીનગરના નિયામક ડો . પૂ . શ્રુતિપ્રકાશદાસ સ્વામી તથા શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલસચિવ ડો . દશરથભાઈ જાદવ વગેરે મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતાં .
શાસ્ત્ર પરંપરા અને સનાતન સંસ્કૃતિના પોષક : પ્રમુખસ્વામી મહારાજ વિષયક વક્તવ્ય રજૂ કરતા પૂજય ભદ્રેશદાસ સ્વામીએ જણાવ્યું કે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે 72,000 ભાઈઓ અને બહેનોએ શતાબ્દી સેવક – સેવિકા તરીકે કામગીરી કરી . તેમણે 24 લાખ ઘરોમાં , 60 લાખ વ્યક્તિઓને વ્યક્તિગતરૂપે આ વિષયક તેમાં 14 લાખ લોકોએ નિર્વ્યસની જીવન જીવવાની પ્રતિજ્ઞા લીધી હતી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સાથે પૂ . પ્રમુખસ્વામી મહારાજનું હૃદય જોડાયેલું છે .
સંસ્કૃતિના સંવર્ધન અને પોષણ હેતુ સંસ્કૃત ભાષામાં અનિવાર્ય છે . આ સંસ્કૃત ભાષાની વાત આવે એટલે ભારતવર્ષમાં સૌપ્રથમ શ્રી સોમનાય સંસ્કૃત યુનિવર્સિટીનું નામ તેમના મુખે રહ્યું છે . જે દેશમાં વેદોની રક્ષા સંવર્ધન અને પીણની સેવા મુખ્ય ધર્મ હોય તે દેશ સનાતન સંસ્કૃતિ થકી અથાગ અડીખમ ઉભા જ રહે છે . વિશ્વમાં ભારત દેશ તેનું શ્રેષ્ઠતમ ઉદાહરણ છે .