મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિ: મહાનુભાવોને રૂ.૧ લાખનો પુરસ્કાર એનાયત કરાયો
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટ ડીડમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ સોમનાથ સંસ્કૃત સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે. ગત વર્ષ ૨૦૧૭ તથા ચાલુ વર્ષ ૨૦૧૮નો સુવર્ણચંદ્રક સંસ્કૃતને સમર્પિત ડો.ગૌતમભાઈ પટેલ તથા ડો.મણિભાઈ પ્રજાપતિને અમદાવાદ ખાતે તા.૨૮ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક હોલ સરદાર પટેલ ભવન શાહિબાગ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ સમારંભમાં ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહેલ અને સંસ્કૃત ભાષાને બિરદાવેલ હતી. ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલ સમારંભના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેલ હતા. ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી દ્વારા ઉપસ્થિત સર્વેનું સ્વાગત પ્રવચન દ્વારા શબ્દોથી સ્વાગત કરવામાં આવેલ હતું. પ્રસંગને અનુરૂપ ઉદબોધન ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તેમજ ટ્રસ્ટના ચેરમેન કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ હતું.
ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આ કાર્યને સંસ્કૃતભાષાનો વારસો અમર રાખવા બદલ આવા કાર્યક્રમનું આયોજન કરવા માટે ટ્રસ્ટને અભિનંદન આપેલ હતા અને સાથો સાથ ટ્રસ્ટની આ પ્રકારની પ્રવૃતિને બિરદાવેલ હતી. તેમજ સરકાર પણ આ માટે સંસ્કૃત ભાષાનું અસ્તિત્વ ટકાવવા માટે હંમેશા તમામ પ્રયત્નો કરશે તેવો અભિગમ વ્યકત કરેલ હતો. ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલ દ્વારા સંસ્કૃતભાષાને જીવંત રાખવા આ પ્રકારના ખાસ કાર્યમાં સંસ્કૃતભાષાને ટકાવી રાખવા કે તેને લગતા શોધ, સંસ્થાન, સંશોધન વિગેરે બાબતમાં સોમનાથ ટ્રસ્ટ મદદરૂપ થશે તેમ ખાસ આગ્રહપૂર્વક જણાવેલ હતું. સુવર્ણચંદ્રક વિજેતા બંને મહાનુભાવો દ્વારા પોતાનો પ્રતિભાવ વ્યકત કરેલ હતો. આ તકે શિવાંજલી ડાન્સ ઈન્સ્ટીટયુટ દ્વારા મહાકવિ કાલિદાસના કુમાર સંભવમ્ આધારીત શિવપાર્વતી મિલન નૃત્ય નાટીકા ચક્ષુબેન તથા તેની ટીમ દ્વારા રજુ કરાયું હતું તે ખાસ આકર્ષક રહ્યું ઉપસ્થિત મહાનુભાવોએ તે નિહાળેલ હતું.
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટ ડીડમાં અભિવ્યકત થયેલ ઉદેશ મુજબ સંસ્કૃતભાષા, વૈદિક સાહિત્ય અને હિન્દુ ધર્મને લગતા સાહિત્યીક અને સંસ્કૃતિકને લગતી પ્રવૃતિઓને ઉતેજન આપવાના શુભ હેતુથી આ પરંપરા સુવર્ણચંદ્રક એનાયત કરવાની વર્ષ ૧૯૯૬ થી શરૂ કરવામાં આવેલ છે અને આ પરંપરા મુજબ કુલ ૧૩મો સુવણચંદ્રક છેલ્લે વર્ષ ૨૦૧૮ની સાલમાં ડો.મણિભાઈ પ્રજાપતિને એનાયત કરવામાં આવ્યો. સાથો સાથ બંને મહાનુભાવોને સન્માન શાલ, મોમેન્ટો, પ્રસાદ કીટ, સુવર્ણચંદ્રક તથા રૂ.૧ લાખનો પુરસ્કાર પણ એનાયત કરાયેલ હતો.