સોમનાથ મહાદેવને શ્રાવણ માસ દરમિયાન દરરોજ વિશેષ શણગાર કરવામાં આવે છે. દરરોજ વિશાળ સંખ્યામાં ભાવિકો ઉમટીને સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે.ત્યારે ગઈકાલે સોમનાથ મહાદેવને ફૂલો તથા સુકામેવાનો અદ્વિતિય શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. આ શ્રૃંગારની ઝાંખી મેળવી ભાવિકોએ ધન્યતાની લાગણી અનુભવી હતી.૧૨ જયોતિલીંગ પૈકીની પ્રથમ સોમનાથ મહાદેવ ખાતે દરરોજ દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવીકો ઉમટી પડે છે. તેવામાં શ્રાવણ માસ નિમિતે ભાવિકોનું મહેરામણ ઉમટે છે. લાખો ભાવિકોના આસ્થાના કેન્દ્ર સમા સોમનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિતે મહાદેવને અલૌકીક શ્રૃંગારથી સજાવવામાં આવે છે.આ શ્રૃંગારની ઝાંખીના દર્શન કરી દરરોજ ભાવિકો ધન્યતા અનુભવે છે. તેવામાં ગઈકાલના રોજ સોમનાથ મહાદેવને ફૂલો અને સુકામેવાનાં શ્રૃંગારથી શણગારવામાં આવ્યા હતા. આ દર્શનનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.
Trending
- સિબિલ સ્કોર ‘0’ થાય તો લોન મળે? અરજી કરતા પહેલા જાણો
- નાના બાળકોને આ વસ્તુઓ આપવાથી પડી શકે છે તેના પર ખરાબ અસર
- ખજુરાહોની મુલાકાત લો ત્યારે આ અદભુત છુપાયેલા સ્થળોને ન ભૂલો
- શું કેળા સાથે આ ખાવાથી થઈ શકે છે મૃત્યુ..?
- હૈદરાબાદી બિરયાની ! મોંમાં પાણી આવી ગયું ને ? આ છે સરળ રેસીપી
- તહેવારોમાં બવ બધું ઠુંસ્યા પછી આ રીતે બનાવો તમારો ફિટનેસ ચાર્ટ
- જો તમે દરરોજ બીમાર પડો છો, તો તમારા આહારમાં ચોક્કસપણે આ ખોરાકનો સમાવેશ કરો
- સાપના ઝેરનો નાશ કરવા આ ઔષધી છે વરદાનરૂપ