ભારત ઉપરાંત વિશ્વના ૪પ દેશોના ભાવિકોએ ઇ-દર્શન, ઇ-માળા, પુજા, આરતીનો લાભ લીધો
કોરોનાના કારણે દેશમાં લાદવામાં આવેલા લોકડાઉનમાં ભોળીયા નાથના ભકતો મહાદેવના દર્શનથી વંચીત ન રહે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઉભી કરવામાં આવેલી ડિજિટલ પ્લેટ ફોર્મની સેવાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે લોકડાઉનના ૮૦ દિવસના પિરિયડમાં ૮ કરોડ ૩૪ લાખ ભકતોએ ડિજિટલ પ્લેટ ફોર્મના માઘ્યમથી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.
લોકડાઉનના સમયમાં ઘરે બેઠા શ્રી સોમનાથ ટ્રસ્ટના ડિઝીટલ પ્લેટફોર્મના માઘ્યમોથી ઇ-દર્શન, ઇ-માળા, ઇ-સંકલ્પ, પૂજા, આરતીનો લાભ બહોળી સંખ્યામાં શ્રઘ્ધાળુઓએ લીધેલો હતો. ટ્રસ્ટની વેબસાઇટ www.somnath.org ફેસબુક, ટવીટર, ઇન્સ્ટ્રાગ્રામ, સોમનાથ યાત્રા એપ, હેલો એપ, યુ-ટયુબ, વોટસએપ પરથી સોમનાથ મહાદેવના દર્શન, લાઇવ આરતી સાથે જ્ઞાનસભર પુસ્તકો, પ્રભાસ ક્ષેત્રના અન્ય મંદિરો જેમાં ભાલકા મંદિર, રામ મંદિર, અહલ્યાબાદ મંદિર, સહિતના દર્શનો લોકોને ઘરે બેઠા આંગણીના ટેરવી મળી રહે તે પ્રકારનું સુંદર આયોજન કરવામાં આવેલ, લોકડાઉનના દિવસોમાં ૧૯ માર્ચ થી ૭ જુન સુધી (૮૦ દિવસો) દરમ્યાન ફેસબુક પરથી ૪.૯૨ કરોડ, હેલો એપ ૧.૬૨ કરોડ, ટવીટર પરથી ૯૯.૪૬ કરોડ, ઇન્સ્ટાગ્રામ પરથી ૭૪.૮૫ લાખ, સોમનાથ યાત્રા એપ પરથી ૪.૯૭ લાખ ઇ-માળા, વોટસએપ પરથી ૭,૬૬૮, ઇ-સંકલ્પ દ્વારા ૨૧૦૦, ભકતો જે માત્ર ભારત જ નહિ પણ વિશ્ર્વના ૪પ જેટલા દેશના હોય, તેઓ દ્વારા લોકડાઉનના સમયમાં આ સેવાનો લાભ લઇ કૃતકૃત્ય બન્યા હતા.
લોકો ઘેર બેઠા ડીઝીટલ પ્લેટફોર્મનો લાભ લઇ શકે તેવા શુભાશયથી ટ્રસ્ટની આઇ.ટી. ટીમ, પી.આર.ઓ. તેમજ મંદિર ટીમ દ્વારા જનરલ મેનેજર તેમજ ટ્રસ્ટી સેક્રેટરીના માર્ગદર્શન હેઠળ આ ડીઝીટીલ સેવા શરૂ કરવામાં આવી હતી.