મહાઆરતીમાં ભાવીકો ઉમટયા
શ્રી સોમનાથ મહાદેવ મંદીરની પ્રાણપ્રતિષ્ઠા વિધી ૧૧ મે ૧૯૫૧ના રોજના રોજ તત્કાલીક રાષ્ટ્રપતિ ડો. (સ્વ.) રાજેન્દ્ર પ્રસાદજીના કરકમલોથી સવારે ૯.૪૬ મીનીટી કરાય હતી. આ દિવસની ઉજવણી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભવ્યાતિ ભવ્ય રીતે કરવામાં આવી રહી છે. સવારે ૮.૪૫ કલાકે ટ્રસ્ટના જનરલ મેનેજર તથા સૌ અધિકારી અને કર્મચારી દ્વારા ઘ્વજાપૂજા કરવામાં આવેલ. બાદમાં સોમનાથ મહાદેવને ઘ્વજારોહણ કરવમાં આવેલ, ત્યાર બાદ સરદાર ચોક ખાતે સરદાક વંદના-સરદારશ્રીને પુષ્ણાંજલી કરવામાં આવી હતી. સોમનાથ મહાદેવને મહાપુજન, મહાઅભિષેક, સ્થાપના દિન નીમીતે ડો. રાજેન્દ્ર પ્રસાદે જયારે મંદીર દેશવાસીઓ માટે ખુલ્લુ મુકેલ ત્યારે જે પ્રકારે શૃંગાર સોમનાથ મહાદેવને કરવામાં આવેલ એ યાદ ફરી જીવંત કરતો શૃંગાર આજે સોમનાથ મહાદેવને કરવામાં આવ્યો હતો.
સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા યાત્રીકોની સુવિધા માટે દિગ્વિજયદ્વાર થી મંદીર સુધી આવવા મેટ ફીટ કરવાનો સંકલ્પ રાજકોટના ટ્રાન્સપોર્ટનો વ્યવસાય ધરાવતા પી.ડી. અગ્રવાલે કરી હતી. જે સિઘ્ધ થતા દાતા પરીવાર અગ્રવાલ ફેમીલીનું શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવેલ હતું.
આજે દિપમાળા તેમજ સાંજે ૭ વાગ્યે દરેક સમાજો, સામાજીક અગ્રણીઓ, મહાનુભાવો દ્વારા પારંપરિક પરિવેશમાં પતિ-પત્ની દ્વારા સજોડે મહાઆરતી કરવામાં આવી હતી. આ દ્રશ્ય ૬૬ વર્ષ જુની યાદ તાજી થઇ હતી. જેમાં દરેક સમાજો પોતાના પારંપરિક પરિવેશમાં જેમ સ્થાપના દિવસે હાજર રહેલ તે જ પ્રકારે આ મહાઆરતી કરી ધન્ય બન્યા હતા.