મહાશિવરાત્રીના મહાપર્વે સોમનાથમાં કાલે બે એવોર્ડ અર્પણ કરાશે ન્યુજર્સીની સંસ્થાના અધિકૃત વડોદરાથી એવોર્ડ આપવા સોમનાથ પહોંચશે
વર્લ્ડના પાવરફુલ સંસ્થા ટ્રસ્ટ અને વ્યક્તિને આ એવોર્ડ આપવામાં આવે છે
પ્રતિવર્ષ સોમનાથ તિર્થધામ ખાતે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે. જેમાં આજથી 12મી માર્ચ સુધી કોવિડ ગાઇડલાઇનની ચુસ્ત અમલવારી સાથે ત્રિ-દીવસીય વિશેષ આયોજન કરવામાં આવેલ છે. ત્યારે સોમનાથ મંદિરના સોમનાથ ટ્રસ્ટની કલગીમાં વધુ એક ઊમેરો થયો છે. આવતીકાલે મહાશિવરાત્રીએ સોમનાથ ટ્રસ્ટને વધુ એક સન્માન મળશે.
મહાશિવરાત્રીના પર્વ પર વિશ્ર્વ પ્રસિદ્ધ સોમનાથ મંદીરના સોમનાથ ટ્રસ્ટને વધુ એક સન્માન મળવા જઇ રહ્યું છે. મહાશિવરાત્રીના મહાપર્વ નીમીતે સોમનાથમાં આવતીકાલે બે એવોર્ડ અર્પણ કરવામાં આપશે. પુએસએના ન્યુજર્સીની વર્લ્ડ પ્લેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા સોમનાથ ટ્રસ્ટને આ બે એવોર્ડ અર્પણ કરાશે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રો. જે.ડી. પરમારને બીજો એવોર્ડ અનિત્યત કરાશે. ન્યુજેસીની આ સંસ્થાના અધિકૃત લોકો વડોદરાથી આ એવોર્ડ આપવા સોમનાથ પહોંચશે. આ એવોર્ડ વર્લ્ડના પાવરફુલ સંસ્થા ટ્રસ્ટ અને વ્યક્તિને આ એર્વોડ આપવામાં આવનાર છે.
ભગવાન શિવજી મહાપર્વ મહાશિવરાત્રીના પાવન દિવસે ભારતના બાર જયોર્તિલિંગના પ્રથમ દેવાદિદેવ સોમનાથ ટ્રસ્ટના 44 વરસથી સતત સેવા બજાવતા ટ્રસ્ટી જે.ડી. પરમારને અમેરિકા ન્યુજર્સી સ્થિત ડબલ્યુટીઓ તરફથી સવારે દસ વાગ્યે એવોર્ડ એનાયત થશે.
વિશ્ર્વના ટેલન્ટેડ વ્યક્તિઓ, સંસ્થાઓ કલાકારો કે અસાધારણ પોતાના ક્ષેત્રમાં જેમને કામ કર્યુ હોય તેઓને આ એવોર્ડ પ્રમાણપત્ર ગ્લોબલ લેવલે રાષ્ટ્રીય કલ્યાલાની નોંધ લઇ અને બીજા માટે પ્રેરણા રૂપ બને તે માટે એવોર્ડ અપાય છે. સોમનાથ મંદિર ટ્રસ્ટી જે.ડી. પરમાર આ બન્નેનું આંતરરાષ્ટ્રીય વર્લ્ડ લેવલનું સન્માન ઐતહાસિક રીતે ગૌરવ પ્રદાન કરે છે.