અરબી સમુદ્ર કિનારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ જેનુ ચરણ પ્રક્ષાલન સ્વયં રત્નાકર કરી રહેલ છે, આજે શ્રાવણના પ્રારંભે મંદિરના દ્વાર ભક્તો માટે સવારે ૫-૩૦ ખોલવામાં આવેલ હતા, શ્રાવણ પ્રારંભે ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણભાઇ લહેરીએ અધિકારીઓ સાથે શ્રાવણ વ્યવસ્થાની મુલાકાત લઇ માર્ગદર્શન આપેલ, મેધમહેર થતા શ્રાવણના પ્રથમ દિવસે સ્વયં મહાદેવને મેઘરાજાનો અભિષેક જોઇ ભાવિકો ધન્ય બનેલ હતા. પ્રાત:શૃંગારમાં મહાદેવને પીતાંબર-ભસ્મ-વિવિધ પૂષ્પોના હાર તેમજ પાંખડીઓથી મનમોહક શૃંગાર પૂજાચાર્ય ધનંજયભાઇ દવે સહીત ટીમ દ્વારા કરવામાં આવેલ, પ્રાત: આરતીમાં જય સોમનાથ નો નાદ ગુંજી ઉઠેલ હતો.
આરતી બાદ શ્રાવણની પારંપરીક શરૂઆત શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ધ્વજાપૂજન થી કરવામાં આવેલ પૂજનમાં ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણભાઇ લહેરી તથા શ્રીમતી નીલાબેન લહેરી દ્વારા કરવામાં આવેલ જેમાં ટ્રસ્ટના જનરલ મેનેજર સહીત અધિકારી કર્મચારી જોડાયા હતા. ત્યાર બાદ શ્રાવણ માસ દરમ્યાન શરૂ રહેનાર મહામૃત્યુંજય યજ્ઞનો પ્રારંભ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણભાઇ લહેરી એ કરાવેલ હતો.
ખાસ કાશિવિશ્વનાથ થી રામ-શ્યામ બંને ભાઇઓ કાવડ લઇ શ્રાવણમાં સોમનાથ મહાદેવને અભિષેક માટે આવી પહોચેલ હતા.