સવારે ધ્વજાપૂજા થી મહોત્સવની શરૂઆત કરવામાં આવી સોમનાથ મહાદેવના સ્થાપના દિને જેમાં ટ્રસ્ટના અધિકારી કર્મચારીઓ જોડાયા હતા. તેમજ જે સમયે તત્કાલીન રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદ ના કરકમલોથી દ્વારા પ્રાણપ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયેલ તે સમય એટલે સવારે ૯-૪૬ મીનીટે મહાપૂજન કરવામાં આવેલ, ૧૧ પ્રકારના ફળ ફુલોના રસથી મહાઅભિષેક, ૧૧ બ્રાહ્મણો દ્વારા મહાપૂજન, ૧૧ બ્રાહ્મણો દ્વારા રૂદ્રીપાઠ , સરદાર સાહેબને સરદાર વંદના તથા પૂષ્પાંજલી મહામૃત્યુંજય યજ્ઞ પૂર્ણાહુતી સહીત કાર્યક્રમ યોજાયા હતા.
આ કાર્યક્રમમાં આરટીઆઇ કમિશ્નર કે એમ અધવર્યુ સાહેબ, ટ્રસ્ટના એક્ઝિક્યુટીવ ઓફિસર દિલિપભાઇ ચાવડા, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના અધિકારી કર્મચારીઓ જોડાયા હતા. સાંજે સમુહ આરતીનુ આયોજન કરવામાં આવેલ જેમાં વિવિધ સમાજોના અગ્રણીઓ તથા સ્થાનીકો જોડાયા હતા. આ પ્રસંગે સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટીના કુલપતી ગોપબંધુ મીશ્રાજી, ટ્ર્સ્ટી પ્રો.જે.ડી. પરમાર સાહેબ તથા કોર્ડિનેટર બિપિનભાઇ સંઘવી ઉપસ્થીત રહેલ. સાથે જ શિવાંજલિ ડાન્સ ઇન્સ્ટીટ્યુટ ના કલાકારો એ માહોલ વિશેષ ભક્તિમય બનાવેલ હતો.