સોમનાથ મહાદેવને જીલ્લા વહિવટી તંત્ર દ્વારા ધ્વજાપૂજા કરી ધ્વજાપૂજન અને ધ્વજારોહણ કરવામાં આવેલ. ધ્વજાપુજા માં જીલ્લા કલેક્ટર અજય પ્રકાશ, અધિક કલેક્ટર મોદી,પ્રાંત અધિકારી પ્રદિપસિંહ રાઠોડ, મામલતદાર દેવકુમાર આંબલીયા સહિત અધિકારી કર્મચારીઓ જોડાયા હતા.
પૂજા બાદ જીલ્લા કલેક્ટરનુ સન્માન ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા શાલ ઓઢાડી કરવામાં આવેલ હતું. સોમનાથ મહાદેવને વૈષ્ણવ દર્શન શૃંગાર કરવામાં આવેલ હતો. સોમનાથ એ હરિ અને હરની ભૂમિ છે, પ્રભાસના આ સ્થાનેથી ભગવાન શ્રી કૃષ્ણની સ્વધામ ગમન લીલાની યાદો વસેલી છે,
તો ચંદ્ર દેવને ચંદ્રકલાની પૂન:પ્રાપ્તિ સાથે ક્ષય રોગમાંથી મુક્ત થયાની આદ્યાત્મિક યાદ આ સ્થાન માં જોડાયેલી છે. જેથી અહિં ભક્તો ભગવાન શિવ-કૃષ્ણ ભક્તો હરિહરના આ ધામના એક સાથે દર્શન થાય તેવો વૈષ્ણવ દર્શન શૃંગાર ભગવાન સોમનાથ ને કરવામાં આવેલ જેમાં વલ્લભાચાર્યજી, યમુને મહારાણીજીના દર્શનની ઝાંખીથી ભક્તજનો કૃતાર્થ થયા હતા