વિશ્વ પ્રસિધ્ધ ભારત બાર જ્યોર્તિલિંગ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ધર્મભક્તિ અને રાષ્ટ્રભક્તિના અદ્ભૂત સમન્વયથી રાષ્ટ્રની આન-બાન અને શાનથી ઉજવાય છે.

26 જાન્યુ.એ સોમનાથ મહાદેવને રાષ્ટ્રધ્વજ ત્રિરંગાનો દિવ્ય શણગારનું આયોજન અને સવારે સોમનાથ મંદિર પરિસરમાં રાષ્ટ્રધ્વજ લહેરાવાશે તેમજ સરદાર વલ્લભભાઇ પટેલ પ્રતિમાને પુષ્પ વંદના સહિતના કાર્યક્રમો આયોજન કરાય છે.

સરદારે મંદિરના નવનિર્માણ સંકલ્પ લેતાં જ તે સમયે સરદારને આવકારવા રાષ્ટ્રધ્વજ સાથે આવ્યા હતા. તેઓએ મંદિર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, કારણ કે તે સમયે મંદિર હતું અને મંદિર ઉપર ચઢાવાતી ધજા તાત્કાલીક પ્રાપ્ય હતી નહીં. ભારતના બહુ જ ઓછા મંદિરમાં રાષ્ટ્રીય પર્વે ધ્વજવંદન થતા હોય છે. જેમાં સોમનાથ અગ્રેસર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.