ઉત્કૃષ્ઠ અને વિશિષ્ટ કામગીરીને ધ્યાને લઇ ગુજરાતના પસંદ કરાયેલા ત્રણ આઇપીએસમાં રાહુલ ત્રિપાઠીને પ્રથમ સ્થાન મળ્યું

સોમનાથ જ્યોતિર્લિંગની ઝેડ પ્લસ સુરક્ષા, જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સફળ રહ્યા

પ્રતિષ્ઠિત ‘ફેમ ઇન્ડિયા’ મેગેઝીનમાં દેશભરના આઇપીએસ અધિકારીઓની ઉત્કૃષ્ઠ કામગીરી ધ્યાને લઇ સ્થાન આપવામાં આવે છે. ગુજરાતના ત્રણ આઇપીએસને ‘ફેમ ઇન્ડિયા’ દ્વારા પસંદ કરાયા છે જેમાં ગીર સોમનાથના એસપી રાહુલ ત્રિપાઠીને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે.

‘ફેમ ઇન્ડિયા’ મેગેઝીન દ્વારા દેશભરમાંથી ઉત્કૃષ્ઠ કાર્યદક્ષ પોલીસ અધિકારીઓનો સર્વે કરવામાં આવે છે. જેમાં જુદા જુદા 12 માપદંડ નક્કી કરાયા હતા. દેશભરના 50 આઇપીએસ અધિકારીઓ 12 માપદંડ મુજબ નક્કી કરતા હતા. ગુજરાતના ત્રણ આઇપીએસની પસંગી કરવામાં આવી હતી જેમાં ગીર સોમનાથ જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠી કાયદો અને વ્યવસ્થાની સુદ્રઢ સ્થિતી જાળવવા, જ્યોતિલીંગ સોમનાથ મહાદેવના દર્શને આવતા વીવીઆઇપીઓનો બંદોબસ્ત અને સોમનાથ મંદિરની ઝેડ પ્લસ સુરક્ષા વ્યવસ્થા સહિતની કામગીરીને ધ્યાને લેવામાં આવી છે.

‘ફેમ ઇન્ડિયા’ દ્વારા ગુનાખોરી નિયંત્રણ, કાયદો અને વ્યવસ્થા જાળવવા, લોકો માટે મૈત્રીભાવ, દુરદર્શિતા, ઉત્કૃષ્ઠ વિચાર શક્તિ, જવાબદારી સાથે કાર્યશૈલી, ત્વરીત નિર્ણય શક્તિ, સજાગતા, વ્યવહાર કુશળતા સહિતના મુદાને ધ્યાને લેવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.