તા.૩ થી પ હનુમંત યજ્ઞ: કથાકાર શંકર મહારાજ સાથે આયોજકો ‘અબતક’ની મુલાકાતે
સોમનાથ માં આવેલ સોમનાથ ગૌ શાળા ખાતે આગામી તા. પ ઓકટોબરે સંસ્થાના બ્રહ્મલીન મહંત અજમેરપુરી બાપુની તીથીની ઉજવણી કરાશે. જે નીમીતે તા.ર૭ સપ્ટેમ્બરથી ૩ ઓકટોબર ગૌ ભકત કથાકાર શંકર મહારાજ જોષી (ગરણીવાળા) ના વ્યાસસ્થાને શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન થયું છે. આ અંગે માહીતી આપવા કથાકાર શંકર મહારાજ સાથે આયોજકોએ ‘અબતક’ની મુલાત કરી હતી.સોમનાથ નંબરમાં સંત અજમેરપુરી મહારાજ દ્વારા મંદીરનું નિર્માણ થયું ૩૦ વર્ષથી આ સોમનાથ મહાદેવ મંદીર અને સોમનાથ ગૌ શાળા કાર્યરત છે. હાલ પ્રભુપુરીબાપુ મહંત તરીકે મંદીર આતે ગૌ શાળાનું સંચાલન કરી રહ્યા છે. આગામી તા. પ ના રોજ બ્રહ્મલીન પૂ. અજમેરીગીરીબાપુની તીથી છે. તેથી શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયુ છે. તેમજ વિશ્ર્વશાંતિ અર્થે તા. ૩ થી પ ઓકટોબર દરમ્યાન મારુતી હનુમંત યજ્ઞ રાખવામાં આવેલ છે. તા. પ ઓકટોબર ના રોજ અજમેરપુરી બાપુની તીથી ઉજવવામાં આવશે. કથામાં સંગીત સહાયક તરીકે જીતુભાઇ પંડયા, જીતુભાઇ સોની, મોહિતભાઇ જોશી કથામાં સંગીતના સુરો રેલાવશે. સોમનાથ મંદીરે થઇ રહેલ કથામાં પોથી પારલો નોંધાવવા યજ્ઞમાં બેસવા ગૌ માતાની સેવા અર્થે ભાઇ-બહેનોએ શંકરમહારાજ જોશી નો મો. ૯૮૨૪૮ ૧૧૯૧૩ ઉપર સંપક કરવા અનુરોધ છે !