ગીર સોમનાથ જીલ્લા વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિ ડામવા ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી તથા વેચાણ કરતા ઇસમોની પ્રવૃતિ નાબુદ કરવા માટે જીલ્લા પોલીસ વડાશ્રી હીતેશ જોયસર સા.શ્રીએ આ બાબતે સખત સુચના આપેલ હોય જે અનુસંધાને
ગીર સોમનાથ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી બી.બી.કોળીના સીધા માર્ગદર્શન અનુસાર લગ્નગાળાની સીઝન અનુસંધાને સઘન હાઇવે પેટ્રોલીંગ ફરવા તેમજ દારૂની થતી હેરફેર રોકવા પો. હેડ કોન્સ. લખમણભાઇ મેતા, સંગ્રામસિંહ ગોહીલ, રામદેવસિંહ જાડેજા, મેરામણભાઇ શામળા, મેસુરભાઇ વરૂ, જગદિશભાઇ મકવાણા, તથા પો.કો. કનકસિહ કાગડા, ભુપેન્દ્રસિંહ ચાવડા, ડ્રા.પો.કોન્સ. જગતસિંહ પરમાર વિગેરે સ્ટાફના માણસો હાઇવે પેટ્રોલીંગ દરમ્યાન શંકાસ્પદ કાર નજરે જોવામાં આવતા તેનો ફીલ્મી ઢબે પીછો કરતા આ કારના ડ્રાઇવરે પ્રાંચી થી ઘાંટવડના રસ્તે ચલાવી ભુવાવાડા ગામ નજીક આ કાર ચાલક કાર છોડી નાશી ગયેલ તેમજ આ કાર નં.જીજે-૧૫-કે-૭૬૮૫ માંથી દેશી પીવાનો દારૂ લી.૪૦૦ કી.રૂ.૮૦૦૦/- અને એસેન્ટ કારની કી.રુ.૧,૦૦,૦૦૦/- મળી કુલ.૧,૦૮,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી સુત્રાપાડા પો.સ્ટે અજાણ્યા કાર ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરાવી અજાણ્યા ઇસમ સહિત સંકળાયેલા ઇસમોની તપાસ એલ.સી.બી. ગીર સોમનાથ દ્વારા ચલાવી રહેલ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com