- વેહલી સવારે 4:00 વાગ્યાથી શ્રી સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે ખોલવામાં આવ્યા
- હજારો ભાવિકોએ પૂર્ણિમા અને રક્ષા બંધન પર્વે સોમનાથ દાદાના દર્શન કરી ભક્તિનું બાંધ્યું ભાથું
Gir Somnath:
શ્રાવણનો ત્રીજો સોમવાર, પૂર્ણિમા, રક્ષાબંધન નો, સુભગ સમન્વય થતાં શ્રી સોમનાથ તીર્થમાં ભાવિકોનો મહાસાગર એકઠો થયો હતો. વેહલી સવારે 4:00 વાગ્યાથી મંદિરના દ્વારા ભક્તો માટે ખુલ્લા મુકાયા હતા ત્યારે કતારબદ્ધ ભાવિકો સોમનાથ દાદાના દર્શન પ્રાપ્ત કરી ધન્ય થયા હતા. સોમનાથ મહાદેવને સવારનો શ્રૃંગારમાં રાખડીઓનો ઉપયોગ કરીને મહાદેવને અલંકૃત કરાયા હતા. અને સમગ્ર વિશ્વની રક્ષા ની કામના કરવામાં આવી હતી. સવારે 10 વાગ્યા સુધીમાં 30,000 ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.
રક્ષાબંધનના પવિત્ર પર્વ પર પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવના ચરણોમાં આવેલી બહેનોએ પોતાના ભાઈઓ અને પરિવારની સુખાકારીની પ્રાર્થના કરી, હતી સાથે જ સરહદ પર દેશની રક્ષા કરનારા સૈનિકોને પોતાના ભાઈ માની તેમના લાંબા આયુષ્ય અને સુખાકારીના આશીર્વાદ પણ માગ્યા હતા.
દૂર-દૂરથી શિવભક્તો પહોંચ્યા સોમનાથના દર્શને
ગીર સોમનાથમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તોનો માનવ મહાસાગર છલકાયો હતો. વહેલી સવાર ચાર વાગ્યાથી સોમનાથ મહાદેવના દ્વાર શિવભક્તો માટે ખોલી દેવાયા છે. શિવ ભક્તો હર હર મહાદેવના નાદ સાથે લાંબી કતારો લગાવી દર્શને આવ્યા છે. આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે. ત્યારે સોમનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.
સોમનાથ મહાદેવને જળાભિષેક કરી ભક્તોએ અનુભવી ધન્યતા
આજે શ્રાવણ માસના ત્રીજા સોમવારે સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકોની ભીડ ઉમટી પડી છે. ત્યારે દૂર દૂર થી શિવભક્તો શિવઆરાધના માટે પહોંચે છે. ત્યારે ભક્તોએ સોમનાથ મહાદેવને જળાભિષેક કરી ધન્યતા અનુભવી હતી.
અતુલ કૉટૅચા