મંદિર પરિસરમાં સ્વચ્છતા પાલનની કામગીરીને બિરદાવવા લાયક
આપા ગીગા ઓટલાના મહંત નરેન્દ્રબાપુએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા. હાલ કોરોના સંક્રમણના કપરા સમયમાં પણ મંદિર તથા પરિસરમાં સ્વચ્છતાનું પૂરતુ ઘ્યાન રાખવામાં આવે છે તે ખરેખર બિરદાવવા લાયક છે તેમ મહંતે જણાવ્યું હતું.
કોરોનાની મહામારી થી સમગ્ર વિશ્ર્વ પીડાઇ રહ્યુ છે ત્યારે કરોડો લોકોની આસ્થાનુ કેન્દ્ર એવા સોમનાથ મંદિર ખાતે ભાવીકોને દશઁન માટે આવવા છતા આવી શકતા નથી જે ખૂબજ દુખની વાત છે ત્યારે આજરોજ સોમનાથ ટ્રસ્ટ ના ચેરમેન અને પૂવઁ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલ નો જન્મદિવસ હોય તેમણે પણ તેમના નિવાસસ્થાને ગાંધીનગર થી ઇ પૂજા દ્રારા સોમનાથ મહાદેવ ની પૂજા કરી હતી . સોમનાથ મંદિર ટ્રસ્ટ સરકારના તમામ નિયમોનુ ચુસ્ત પણે પાલન કરી રહ્યુ છે .
નરેન્દ્ર બાપુ ગુરુ જીવરાજબાપુ ( મહંત – આપાગીગા નો ઓટલો , ચોટીલા ) એ જણાવ્યુંહતું.સમગ્ર દેશ કોરોના જેવી મહામારી માથી મુકત થાય તેવી પ્રાર્થના આજરોજ કરાઇ હતી . અને સોમનાથ ટ્રસ્ટ કાયમી સ્વચ્છતા અને સુંદરતા માટે જગવિખ્યાત તો છેજ પરંતુ આવા કપરા સમયમા પણ સરકારની તમામ ગાઇડલાઇન નુ પાલન કરી રહ્યા છે તે બિરદાવવા લાયક છે..