શહેર કોંગ્રેસ સંગઠન પ્રમુખ દિનેશભાઈ રાયઠઠ્ઠા, પ્રમુખ દેવીબેન ગોહેલ, ઉપપ્રમુખ યજ્ઞેશભાઈ સીરોદરિયાએ આવાસમાં જઈને મુલાકાત કરી અને ઉપવાસ આંદોલન કરવું પડશે તો તે પણ કરવાનો વિશ્ર્વાસ આપ્યો
સોમનાથમાં ગંગાનગર આવાસમાં સફાઈ તથા ગટરનાં ગંદા પાણીના નિકાલ પ્રશ્ર્ને કોંગ્રેસ આગેવાનોએ રૂબરૂ મુલાકાત લીધી હતી. તથા આવનાર સમયમા જો ઉપવાસ આંદોલન કરવું પડશે તો તે પણ કરી લેવાનો લોકોને વિશ્ર્વાસ અપાવ્યો હતો.
ગંગાનગર આવાસ યોજના ના રહેવાસી ઓની ફરિયાદ ના નીવાકરણ ના અનુસનાધ ને શહેર કોંગ્રેસ સંગઠન ના પ્રમુખ દિનેશ ભાઈ રાયઠઠ્ઠા, પ્રમુખ દેવીબેન ગોહેલ, ઉપપ્રમુખ અશ્વિન સુયાણી, ઉપપ્રમુખ યજ્ઞેશ સીરોદરિયા, અનુસૂચિત જાતિ ના આગેવાન નરેશ ચાવડા, સોશ્યિલ મિડયા ના યોદ્ધા ખંજન જોષી, દિનેશ સામનાણી, હરેશ ચારિયા ની આગેવાની હેઠળ સંગઠન ના પ્રતિનિધિઓ એ સ્થળ નું જાત નિરીક્ષણ કરેલ. અને તત્કાલીન ધોરણે આવાસ યોજના ની સફાઈ નું કામ તથા ગટર ના ગંદા પાણી નો નિકાલ કરવા માટે ત્યાં ના રહેવાસી ઓ સાથે રૂબરૂ ચર્ચા કરી અને ભવિષ્ય માં ત્યાં ના લોકો ને કોઈ મુશ્કેલી ના પડે તે માટે કાયમી ધોરણે આ પ્રશ્ન નું નિરાકરણ કરવા માટે તૈયારી દર્શાવી છે.અને શાસક પક્ષ ની સામે આવનાર સમય માં જો અપવાસ આંદોલન કરવું પડશે તો પણ કરીશું તેવો વિશ્વાસ આપેલ છે.
અહીં ઉલ્લેખનીય છે કે અગાવ થોડા દિવસ પેલા આવાસ યોજના ના બહેનો ધારાસભ્યને રજુવાત કરેલ હતી ત્યારે પણ ધારાસભ્ય શ્રી એ વેરાવળ પાટણ સંયુક્ત નગર પાલિકા ના ચીફ ઓફિસર સાહેબ ને ફોન થી ત્યાં ની પરિસ્થિતિ થી માહિતગાર કરેલ હતા.