જાહેરાતનો વિરોધ કરનાર લોકો અત્યાર સુધી ભરતીની જાહેરાત થાય તેવી માંગ કરતા હતા, જયારે સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત છતાં વિરોધ કરી રહ્યા છે: આ લોકોને હાઇકોટનો નિર્દેશ સ્વીકાર્ય ન હોય ઠરાવ મુજબ જ ભરતી કરાવવા માગે છે: પ્રવિણ રામનો આક્ષેપ
આંદોલનકારી પ્રવિણ રામ, સાથીમિત્રો અને એલ આર ડી મહિલાઓ દ્વારા ઠરાવને રદ કરવા બાબતે ગાંધીનગર ખાતે ૭૦ દિવસ સુધી આંદોલન કરવામાં આવ્યું હતું અને આ આંદોલનના પગલે થોડા સમય પહેલા ઠરાવ રદ કરવા બાબતે હાઇકોર્ટ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો હતો જેમના કારણે પ્રવિણ રામ, સાથીમિત્રો અને એક આર ડી મહિલાઓના આંદોલનને ઠરાવ રદની એક સફળતા હાથ લાગી હતી અને જેના કારણે ઓબીસી, એસસી, એસટી અને ઇબિસીના લોકોને ન્યાય મળ્યો હતો અને આજ રોજ સરકાર દ્વારા ઠરાવના કારણે અટકી પડેલી તમામ ભરતીઓ ચાલુ કરવા ,નિમણુક આપવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આંદોલનકારી પ્રવિણ રામના ઠરાવ રદ કરવાના આંદોલનને અન્ય બીજી સફળતા હાથ લાગી છે ત્યારે ગુજરાતના બેરોજગાર યુવાનોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ બાબતે આંદોલનકારી પ્રવિણ રામ સાથે વાત કરતા એમને જણાવ્યું હતું કે ઠરાવના કારણે જ તમામ ભરતીઓ અટકીને પડી હતી અને લાખો બેરોજગાર યુવાનો હેરાન થતા હતા અને એટલા માટે જ અમે ઠરાવનું નિરાકરણ થાય એવી જ અમે માંગણી સરકાર સમક્ષ રાખી રહ્યા હતા અને અંતે અમારા આંદોલનના પગલે ઠરાવનું નિરાકરણ આવી જતા ઓબીસી, એસસી, એસટી અને ઇબિસી ના લોકોને તો ફાયદો થયો પરંતુ અટકી પડેલી ભરતીઓ ચાલુ થઈ જતાં લાખો બેરોજગાર યુવાનોને પણ ફાયદો થયો છે ત્યારે અમારા આંદોલનને બીજી સફળતા હાથ લાગી છે અને એ બદલ પ્રવિણ રામે આંદોલનના એમના સાથીમિત્રો ને અભિનદન પાઠવ્યા હતા અને એમના દ્વારા સરકારના ભરતી ચાલુ કરવા અને નિમણુક આપવાના નિર્ણયને પણ આવકાર્યો હતો.
આંદોલનકારી પ્રવિણ રામ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકારે નિમણુક આપવાની જાહેરાત કરી છે એ હાઈકોર્ટના દિશાનિર્દેશ આધારે ભરતી કરશે એવો અમને વિશ્વાસ છે અને નવી ભરતી માટે જાહેરાત કરી એમનું અમલીકરણ પણ ટૂંક સમયમાં કરી દેશે અને કદાચ અમલીકરણ નહી થાય અથવા હાઈકોર્ટના નિર્દેશ મુજબ નિમણૂકો નહી અપાય તો અમે અન્યાયકર્તા લોકોની સાથે છે એવી વાત પણ ઉચ્ચારવામાં આવી હતી અને વધુમાં એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકારની આ જાહેરાત બાદ જેમને હજુ પ્રોબ્લેમ છે એવા લોકો કદાચ બેરોજગાર યુવાનોની ભરતી થાય એવું કદાચ ઇચ્છતા નથી અને એટલા માટે પેટમાં કઈક બીજું દુખે છે અને વાત બીજી કઈક થઈ રહી છે એવું લાગી રહ્યું છે, આ જાહેરાતનો વિરોધ કરનાર લોકો અત્યાર સુધી ભરતીની જાહેરાત થાય એવી જ માંગણી કરી રહ્યા હતા અને હવે સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી તો પણ વિરોધ કરી રહ્યા છે.