પ્રસિદ્ધ પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરની આસપાસ ના વિસ્તારને માંસાહાર પ્રતિબંધિત વિસ્તાર (વેજ ઝોન) જાહેર કરવાના અભિયાનમાં બાર જ્યોર્તિલિંગ માંની પ્રથમ જ્યોર્તિલિંગ વેરાવળ શહેરનાં પ્રભાસ ક્ષેત્રમાં જય સોમનાથ મહાદેવ જ્યાં મંદિરમાં બિરાજતા હોય ત્યારે તેના દર્શનાર્થે આવતાં લાખ્ખો યાત્રાળુ ઓની લાગણી ઓ નોનવેજની લારીઓ અને હોટલો અને આસપાસમાં થતા માંસાહાર પ્રવૃત્તિઓનાં સૌ પ્રથમ દર્શન કરવા પડે ત્યારે આ દુભાતી લાગણી ઓને ધ્યાને લેતા યુવાસંગઠન દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવેલ છે.
જેના અનુસંધાને ગત તા.૧૧-૪-૧૮બુધવારનાં રોજ એક આવેદન પત્ર કલેક્ટરને દેવાનું હોય ત્યારે વેરાવળ શહેરના વેપારીઓની એક મિટિંગ સનાતન હિન્દૂ સેવા સમાજના પ્રમુખ જીતુભાઇ કુહાડાએ દરેક વેપારીઓને આ અભિયાનમાં સાથ સહકાર આપવા વિનંતી કરેલ ત્યારે વેપારીઓ પણ એકી અવાજે જાહેર કરેલ કે અમારો સાથ સહકાર કાયમી તમારી સાથે જ છે અને આતો દેવોના દેવ મહાદેવના યાત્રાધામનો પ્રશ્ન છે અને તમો અમને વિનંતી કરો છો ત્યારે અમારા માટે ગર્વ લેવા જેવી વાત છે તેવું પણ વેપારીઓ એ જણાવેલ હતું.
અને અમો તે દિવસે બપોરના એક વાગ્યા સુધી અમારા ધંધા રોજગાર બંધ રાખીને સાથે જોડાશું તેવું વચન આપેલ હતુંં સનાતન હિન્દુ સેવા સમાજનાં પ્રમુખશ્રી જીતુભાઇ મોહનભાઇ કુહાડાએ સર્વે વેપારીઓનો આભાર માનેલ હતો આ મીટિંગ બોલાવેલ જેમાં દરેક હિન્દુ સેવા સમાજનાં પ્રમુખો તથા પટેલશ્રીઓ યુવસંગઠનો વેપારીઓ આગેવાનો તેમજ હિન્દુ સેવા સમાજનાં પ્રતિનિધિઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હોય ત્યારે હિન્દુ સેવા સમાજનાં પ્રમુખશ્રી જીતુભાઇ કુહાડાએ વેપારીઓનો આભાર માનેલ હતો જયેશ પરમાર સોમનાથ પાટણ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com