વાંકાનેર પંથકનું સંમેલન જીતુ સોમાણીની અધ્યક્ષતામાં યોજાયું: અપક્ષમાં દાવેદારી માટેના પાસા ગોઠવાયા
શિસ્ત માં માનનાર ભાજપ પક્ષમાં લોકસભાની ટીકીટ ફાળવણીને લઈ આગના લાબકારા ઉઠવા શરૂ થયા છે જેમાં અગાઉ સુરેન્દ્રનગર સાંસદ દેવજીફતેપરાએ બંડ પોકાર્યા બાદ હવે રાજકોટ લોકસભા બેઠક ઉપર મોહનભાઇ કુંડલીયા રિ પીટ કરાતા રાજકોટ બાદ વાંકાનેરમાં વિરોધના સુર ઉઠયા છે. અને ભાજપના સકિય નેતા જીતુભાઈ સોમાણીએ તો અપક્ષ લડવા પણ તૈયારી કરી લઇ આજે વાંકાનેરમાં સ્નેહ મિલન યોજાયું હતુ જેમાં સેકડો કાર્યકરો હાજર રહેતા ભાજપ મોવડી મંડળ પણ ચોકપુ છે.
લોકસભા ચૂંટણી પૂર્વજ ભાજપમાં ઘમાસણ સર્જાયુ છે.રાજકોટ બેઠક ઉપર ભાજપ તરફથી મોહનભાઇને રીપીટ કરી ટિક્રિટ આપવામાં આવતા ભાજપની અંદર જ કાર્યકરોમાં સળવળાટ જોવા મળેલ છે અગાઉ પણ ટીકીટ બાબતે જૂથબંધી થઇ હતી પરંતુ મોવડી મંડળ સમક્ષ કોઈનુ કાંઇ ઉપજેલ નહી અને રાજકોટની સીટ મોહન ભાઇના ફાળે ગઇ હતી. ટીકીટ ક્ધફમેશન મળતા ભાજપમાં અંદરો-અંદર વિરોધનો સૂર ઉઠેલ અને આજે એવિરોઘ રાજકોટ બાદ વાંકાનેરમાં પણ જોવા મળ્યો હતો.
ગત વિધાનસભામાં વાંકાનેર બેઠક પર ભાજપમાંથી લડનાર જીતુભાઇ સોમાણી ખુલી ને મોહનભાઇ સામે બંડ પોકારેલ અને સ્નેહ મિલન નુ આયોજન કરેલ જેમા વાંકાનેર શહેર અને તાલુકાભરના ૩પજ્ઞજ્ઞથી વધુ આગેવાની ઉપસ્થિત રહેલ અને પોતાની તાકાત બતાવેલ જેમાં રાજકોટના અસંતોષ પામેલ ભાજપના આગેવાનો પણ પડદા પાછળનો ટેકો મળેલ અને દરેક વિ ધાનસભા બેઠકના અસંતોષ પામેલ કાર્યકર્તાઓએ સાથ શહકારની ખાતરી આપી અને વાંકાનેર ભાજપ સંગઠન મોટા ભાગના હોદેદારો પણ જીતુભાઇ સાથે હોવાનો સૂરજોવા મળ્યો હતો ટૂંક સમયમાં લોકસભા માટે રાજકોટ બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવી ભાજપની મત ગણતરીને વિખી નાખવા આયોજન થયેલ હવે જોવું રહ્યું કે મોવડી મંડળ આવિરોઘ ને ડામી દેશે કે બળવો વિકરાળ આગનુ સ્વરૂપ લેશે ? હાલ તો આ પ્રશ્ર ટોફ ઓફ ધ ટાઉન બનેલ છે.