ક્યારેક રાજી થઈ જવું…. ક્યારેક દુઃખનો અનુભવ થવો… તો ક્યારેક ખીજાઈ જવું… રડવું, કંટાળો આવવો… આ બધી પ્રતિક્રિયા આપણે શું કામ કરીએ છીએ..?? એ તો આપણી સાથે થયેલા બનાવ પર આધારિત છે. પરંતુ કયા બનાવને કેવો પ્રતિસાદ એ પ્રમાણે અલગ-અલગ પ્રતિભાવ તો આપણા હોર્મોન્સને આભારી છે. આપણાં શરીરમાં સતત હોર્મોન્સ બદલાયા કરે છે.‘હોર્મોન્સ’ શરીરની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થતાં અતિસુક્ષ્મ તત્વો છે. જે શરીરની અનેક ક્રિયાઓ-પ્રક્રિયાઓની દોરવણી કરે છે. શરીરના અનેક અવયવોનાં કાર્ય તથા વિકાસમાં અતિ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. જીવનથી મૃત્યુ સુધી જીવંત પ્રાણીના દરેક તબક્કામાં હોર્મોન્સ આવશ્યક છે. હોર્મોન્સ વગર જીવ ઉત્પત્તિ શક્ય નથી. હોર્મોન્સની અછત અથવા અતિરેક અનેક સમસ્યાઓ સર્જી શકે છે. યોગ્ય માત્રામાં શરીરમાં હોર્મોન્સનું હોવું તે સામાન્ય જીવન જીવવા માટે અનિવાર્ય છે.
ક્યારેક રાજી થઈ જવું…. ક્યારેક દુઃખનો અનુભવ થવો… તો ક્યારેક ખીજાઈ જવું… રડવું, કંટાળો આવવો… આ બધી પ્રતિક્રિયા શરીરની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થતાં હોર્મોન્સને આભારી..!!
ઉંમર પ્રમાણે શરીરમાં હોર્મોન્સ બદલાતા રહે છે. પણ તેનું યોગ્ય માત્રામાં માપ જાળવવું ખૂબ જરૂરી છે. ખાસ કરીને સ્ત્રીઓમાં પ્યુબર્ટી (૧૦ થી ૧૪ વર્ષ) તબ્બકામાં, પ્રેગ્નનસી દરમિયાન અને મેનોપોઝ (આશરે ૪૫ વર્ષ પછી) દરમિયાન હોર્મોનમાં ફેરફાર જોવા મળે છે કે જેના લીધે તેમના મૂડમાં ઉતાર-ચઢાવ અને ડિપ્રેસનમાં આવી શકે છે. મેનોપોઝ દરમિયાન કે મેનોપોઝ શરુ થતા પહેલા કે જયારે શરીરમાં મેનસ્ટ્રુએશન સાયકલ સંપૂર્ણ રીતે બંધ થવાના હોય ત્યારે હોર્મોનને લગતા ઘણા ફેરફારો જોવા મળે છે.સ્ત્રીઓના જીવનમાં આ સમય બેથી દસ વર્ષ સુધી રહી શકે છે.
હોર્મોન્સ અને ટેસ્ટોસ્ટેરોનના લેવલ અંગે વાત કરીએ તો ઘણા પુરુષો, ખાસ કરીને જેમ જેમ વય વધતી જાય છે, તેમ તેમ તેઓ તેમના ટેસ્ટોસ્ટેરોનના સ્તર વિશે ચિંતિત હોય છે. ટેસ્ટોસ્ટેરોન મતલબ પુરુષમાં સેક્સ હોર્મોન કે જેઓ સેક્સ ડ્રાઇવ અને પુરુષોને ઉત્સાહિત કરવા જવાબદર છે. પુરુષો પોતાની ખાવા પીવાની આદત અને યોગ્ય ખોરાક લઈને ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધારી શકે છે..!! તાજેતરની બ્રિટિશ સમીક્ષા કે જેમાં 206 સ્વયંસેવકો પાસેથી ડેટા એકત્રિત કરવામાં આવ્યા અને તેમાં જાણવા મળ્યું કે ઉચ્ચ ચરબીયુક્ત આહાર ધરાવતા પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધુ હોય છે. જે ઓછી ચરબીવાળા આહારવાળા પુરુષો કરતાં સરેરાશ 60 પોઈન્ટ વધારે હતું. જે પુરૂષો શાકાહારી આહારનું પાલન કરે છે તેઓ ટેસ્ટોસ્ટેરોનનું સૌથી નીચું સ્તર ધરાવતા હોય છે.