એરટેલ અને વોડાફોન આઈડિયાએ ગ્રાહકો ગુમાવ્યા જ્યારે જીઓએ બાજી મારી
ભારત દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે રાજ્યમાં ટેલિકોમ વપરાશ કરતાઓ ની સંખ્યા પણ દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે એપ્રિલ મહિનામાં આશરે 83,000 થી વધુ લોકો એ ટેલિકોમ સેવાઓ મેળવવાનું શરૂ કર્યું છે અને કુલ આંકડો 6.63 કરોડે પહોંચી ગયો છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે તેને ધ્યાને લઇ એવા સ્પષ્ટ છે કે અન્ય રાજ્યોમાં જે ટેલિકોમ સેવાઓ લઈ રહ્યા છે તેમાં ગુજરાત અવલ છે.
ચાલુ વર્ષના એપ્રિલ મહિનામાં ગુજરાતમાં ટેલિકોમ સેવા લેનાર લોકોનો આંકડો 6.63 કરોડ એ પહોંચી ગયો છે ત્યારે રાષ્ટ્રીય સ્તરે ટેલિકોમ સેવા લેનાર લોકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે ને આશરે 7.9 લાખ લોકોએ દેશમાં આ સેવાઓ લેવાનું બંધ કર્યું છે. ગુજરાતમાં જીઓ એ માર્કેટ હાંસલ કરી છે અને બીજી તરફ વોડાફોન આઈડીયા અને ભારતી એરટેલના સબસ્ક્રાઈબરોમાં ઘટાડો નોંધાયો છે. આંકડાકીય માહિતી જો મેળવવામાં આવે તો ભારતીય એરટેલએ 2685 સબસ્ક્રાઈબરોની નુકસાની વેઠવી પડી છે વોડાફોન આઈડીઆઈ 80,000 સબસ્ક્રાઈબરો ગુમાવ્યા છે.
ટેલિકોમ ક્ષેત્રના તજજ્ઞોનું માનવું છે કે મુખ્યત્વે એવા લોકોના કનેક્શન કપાયા છે કે જેના મોબાઈલ નંબર સક્રિય નહોતા. તરફ અન્ય ટેલિકોમ સેવા આપતી કંપનીઓ ના સબસ્ક્રાઈબરોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે કારણ કે રિલાયન્સ જીઓ દ્વારા જે માર્કેટ હાંસલ કરવામાં આવ્યું છે તે મુજબની સેવાઓ અન્ય કંપનીઓ નથી આપી રહી. છતાં પણ ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીમાં હજી પાછળ છે.