જીવનમાં બધું સરખું હોઈ અને તમે તમારી લાઈફ એન્જોય પણ કરતા હો ત્યારે પણ સેક્સ લાઈફથી અસંતોશની લાગણી થાય છે? વિજ્ઞાન અને શારીરિક કારણોની છણાવટ કાર્ય બાદ પણ તમેં એ વિષે મૂળ સુધી નથી પહોંચી શકતા, જેના મૂળમાં તમારા સંબંધોમાં કંઈક ખોટું થયી રહ્યું છે જે તમારી સેક્સ લાઈફના એન્જોયમેન્ટને બરબાદ કરે છે. ફીઝીકલ રિલેશનમાં સંતોષ મેળવવા માટે એકબીજાની સાંગણીના ગાઢ સંબંધો હોવા જરૂરી છે. તો અહીં કેટલીક એવી બાતોં અંગે વાત કરીશું જે તમારા શારીરિક શુખને તમારા સુધી નથી પહોંચવા દેતા અને સ્પીડબ્રેકરની ભૂમિકા ભજવે છે.
જે રીતે તમે આખો દિવસ છપ્પનભોગનો વિચાર કરતા હોવ અને એ તમારી સામે આવે તો તમે એ સ્વાદને માણી નથી શકતા એવું જ કાંઈક સેક્સ બાબતે પણ થાય છે.જેમાં કોઈ વ્યક્તિ માત્ર ઓર્ગેઝમ માટેનાં વિચારોમાંજ ખોવાયેલી રહે છે, અને એ ભૂલી જાય છે કે સંપૂર્ણ કંકરીની પણ અલગ જ માજા અને પરાકાષ્ઠા હોઈ છે. અને એટલે જ માત્ર ઓર્ગેઝમ પર ધ્યાન કેન્દ્રિત કરવા કરતા શરુ થી અંત શુદ્ધિની આખી ક્રિડાને માણવી જરૂરી છે.
કેટલીકવાર તમારે સેક્સના સંતોષ માટે પાર્ટનર સાથે તમારી ઈચ્છા અને જરૂરિયાત વિષે પણ ખુલને વાત કરવી જરૂરી બને છે.એવા અનેક યુગલો છે જે સેક્સ વિષે એકબીજા સાથે વાત કરવામાં શરમ અનુભવે છે અને પછી સંભોગ બાદ અસંતોષની લાગણી અનુભવે છે.એવા સમયે શરમને છોડી એકબીજાને સમજવા અને એકબીજાની ઈચ્છાને સમજવી જરૂરી છે.
જયારે તમારી સેક્સ લાઈફ રૂટિન ટાઇપની એટલે કે એના વિષે તમે પહેલાથી જ વિચારી શકો એવી બની જાય જેનું મુખ્ય કારણ તમારી સેક્સ લાઈફ એક સમાન જ હોઈ છે જેમાં કોઈ નવો બદલાવ કે એક્સાઈટ્મેન્ટ નથી હોતા , અને એટલે સેક્સ માટે નવી જગ્યા નવી પરિસ્થિને જગ્યા આપો જે તમારા રૂટિન સેક્સથી અલગ હોઈ અને જુઓ કેમ બદલાય છે તમારો સેક્સ પ્રત્યેનો અભિગમ.
તમે સેક્સ માટે જે જુઓ છો અને સાંભળો છે એ દરેક વાત સાચી જ હોઈ છે એવું નથી.પોર્ન ફિલ્મમાં જે એકસાઈટમેન્ટ અને જે પોઝીશન દર્શાવવામાં આવે છે એ દરેક બાબત અસલ જીવનમાં થવી અશક્ય છે.સંભોગ સમયે તમે કદાચ પરાકાષ્ઠા સુધી ન પણ પહોંચી શકો એવું પણ બને છે. અને દરેક સમયે તમારો પાર્ટનર સેક્સની ઈંચ ધરાવે છે તેવું પણ ના હોઈ શકે એ માત્ર પ્રેમ અને હૂંફ પણ ઈચ્છતો હોઈ છે તમારી પાસેથી. જરૂર છે માત્ર સત્યને સમજવાની અને તમારી અપેક્ષાઓને જાણવાની.
તમારા થાકનું કારણ ક્યાંક સેક્સ તો નથી ને??? હા તમે બરાબ જ વાંચ્યું છે. નવા પરણેલા યુગલ અથવા એમ કહોને કે સંબંધોની શરૂઆતમાં કપલ સેક્સની ઉત્તેજનાને કારણે વારે વારે સંભોગ કરવા પ્રેરાય છે જેના કારણે થાક મહેસુશ કરતા હોઈ છે. જેના કારણે સેક્સમાંથી એક્સાઇટમેન્ટ ઓછું થવા લાગે છે , જયારે આવું ફીલ થાય ત્યારે થયો બ્રેક લેવો જરૂરી બને છે.
તમે તમારા વિષે શું વિચારો ચો એ બાબત પણ તમારી સેક્સ લાઈફને પ્રેભવિત કરે છે. જો તમે જ તમારા વિષે નકારાત્મક વલણ ધરાવતા હો તો પાર્ટનરને કયારેય સંતોષ નહિ આપી શકો અને સેક્સ પ્રર્યે ક્યારેય એક્સાઇટમેન્ટ નહિ દર્શાવી શકો. તો એ બાબતનું ખાશ ધ્યાન રાખવું કે તમે ક્યારેય તમારી જાતને ઓછી નહિ અંકો. સાહારીરિક સમાનભો માત્ર શરીર સાથે જ નહિ પરંતુ લાગણીઓ સાથે પણ સંકળાયેલા હોય છે એ વાત સમજવી ખૂબ જ જરૂરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com