આજકાલ બધે જ ટેકનોલોજી છવાઇ રહી છે. ત્યારે આ જમાનામાં રોબોટ્સનો સારો એવો દબદબો ચાલી રહ્યો છે. કોઇ ફોન કોલ રીસીવ કરે છે તો કોઇ ટૂપેટ વગાડે છે રોબોટ્સની આ દુનિયા ખૂબ જ રોમાંચક છે.

– ટોયોટાએ હૈરી નામનું અકે રોબોટ બનાવ્યું છે. જે ટ્રંપેટ વગાડી છે જી હા…. તે પોતાના હોઠથી હવા ફુંકીને ટ્રંપેટ વગાડવા સક્ષમ છે.

– કેસ્પર રોબોટને આટિઝમ પીડિત બાળકો માટે બનાવવામાં આવ્યું છે આ બિમારીથી પીડીત બાળકો પોતાની આસપાસના લોકોના ભાવ અને તેમની ભાવના સમજી શકતા નથી.

માટે કેૈસ્પર પોતાના હાવ-ભાવથી આવા બાળકો માટે સંવાદનું માધ્યમ બને છે. તે બાળકોની શારીરીક ગતિવિધિઓને સમજી તેને તેમની ભાષામાં સમજાવે છે. વ્યક્ત કરે છે.

– ટેકનોઇડ કમ્યુનિકેશન એન્ડ્રોઇડ ભુતિયા દેખાવ ધરાવતું રોબોટ છે. આ દેખાવમાં ભયાનક છે. પરંતુ તેનો ઉદેશ સારો છે આ રોબોટ તમારો ફોન રિસિવ કરે છે તે કોલરની અવાજ અને વાતચીતને રેકોર્ડ કરી લ્યે છે. અને ત્યારબાદ તેને મિમિક્રિના રુપમાં દર્શાવે છે.

– કોડોમોરાયડ રોબોટ એક છોકરી જેવું જ દેખાય છે. જેનું કામ સમાચાર વાંચવાનું છે જે શબ્દોના અર્થ સમજી પુરા ભાવ સાથે સમાચારો વાંચે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.