જ્યારે લગ્ન માટે છોકરી જોવા જાય ત્યારે છોકરો શુટ બુટ ટાઈ અને ક્લીન શેવ કરી ફોર્મલ કપડાં પેહરીને જાય તો તેની ગણતરી જેંટ્લમેન તરીકે થાય તેવી માનસિકતા સમયમાં પરીવર્તન આવતા બદલાઈ રહી છે ક્લીન શેવના જમાના ગયા હવે નો શેવ ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે એટ્લે કે બિયર્ડ બોયઝ યુવતીઓમાં મોસ્ટ ફેવરેટ બની રહ્યા છે ફક્ત દાઢી વળાજ નહીં યુવતીઓને તેનાથી મોટી ઉમ્રના છોકરાઓ વધુ પસંદ પડે છે , મોટાભાગની છોકરીઓ દાઢી મૂછ વાળા યુવકની સાથે પરણવા માગતી હોય છે , પેહલા જ્યારે રણવીર સિંઘે દાઢી રાખવાની શરૂઆત કરી ત્યારબાદથી યુવકોમાં દાઢી વધારવાનો ટ્રેન્ડ વધ્યો તો યુવતીઓને પણ યુવકોનો આ લૂક પસંદ પાડવા લાગ્યો છે .
રિસર્ચોના મતે છોકરીઓને બિયર્ડ વાળા છોકરાઓ એટ્લે માટે ગમે છે કારણકે દાઢી મર્દાનગિની નિશાની માનવમાં આવે છે , તો વેજ્ઞાનિકોનું પણ કેહવું છે કે એક અભ્યાસમાં દાઢી અને મર્દાનગી વચ્ચે ઊંડા સંબંધો હોવાનું તારણ છે . યુવતીઓ હમેશથી મને છે કે તેઓ સમજદાર મેચ્યોર પતિ મેળવવા માગે છે કોઈ બાળક બુદ્ધિ નહીં માટે કહવાય છે કે દાઢી વાળા યુવકો વધુ મેચ્યોર દેખાય છે માટે યુવતીઓને દાઢી વાળા છોકરાઓમાં વધુ સ્વભાવિક્તા દેખાય છે અને તેમનું દિલ તેઓ બિયર્ડ બોયને આપી દે છે .
પ્રેમ લાગણી જ્યારે હોય ત્યારે પાર્ટનર વધુ આકર્ષક હોય તેવી દરેક યુવતીની ઈચ્છા હોય છે , છોકરીઓને દાઢી વાળા છોકરાઓ વધુ પસંદ પડે છે કારણકે તેમની કિસ ખુબજ સ્પેશિયલ હોય છે કારણકે દાઢી વાળા પુરુષો સ્ત્રીઓના દિલ પર સ્ટ્રોંગ ઇમેજ બનાવે છે ત્યારે કિસ વખતે ક્લીન શેવ આજની યુવતીઓને ગમતી નથી , આજના છોકરાઓ ક્લીન શેવને બદલે આછી દાઢી અથવા લો બિયર્ડ લૂક્સ રખવાનું પસંદ કરવા લાગ્યા છે વળી મુછો પણ ટ્રેન્ડિંગ ચાલી રહી છે , એવામાં વિવિધ પ્રકારના ટ્રીમરોની પણ ડિમાંડ માર્કેટમાં વધી છે તો છોકરાઓ દાઢીમાં વધુ હોટ લાગે છે આ વાતતો સૌ કોઈએ સ્વીકારી છે ,જ્યારે લગ્ન વિવાહની વાત આવે તેમાં અમે યુવતીઓની અપેક્ષા હોય છે કે તેને બિયર્ડ વાળો પાર્ટર મળે .