ઇન્ડિયાના આઇડિયલ કપલ વિરાટ અને અનુષ્કા લગ્ન જીવનની શરુઆત કરી ચુક્યા છે. તેઓ હાલ ૨૮ બ્રાન્ડ સાથે જોડાયેલા છે, વિરાટ હાલ એમઆરએફ, ટીસોટ, ઓડી સહિતની ૧૮ બ્રાન્ડસને પ્રોમોટ કરે છે તો અનુષ્કા પેપ્સી, પોલોરોઇડ અને નશ સહિતની બ્રાન્ડસ પ્રોમોટ કરે છે. તો વિરુષ્કા હાલ માન્યવરને પણ ઉચાઇએ લફઇ જઇ રહ્યા છે તમને માનવામાં નહીં આવે પણ અનુષ્કા એક દિવસની એડર્વટાઇઝિંગનાં ૧.૫ કરોડની મોટી રકમ વસુલે છે તો વિરાટ તેમાં અનુષ્કા કરતા આગળ છે તે એક દિવસની જાહેરાતના ૫ કરોડ લે છે. આ ઉપરાંત વિરાટ જીમ ચેઇન ચીઝલ પણ પ્રોમોટ કરે છે, તો અનુષ્કાએ પણ પોતાનું પ્રોડક્શન હાઉસ પણ શરુ કર્યુ છે.
તેમના લગ્નથી વિરુષ્કા બ્રાન્ડની ખૂબ સારી પ્રગતિ થશે તો તેમના ફોટો અને વિડિયોએ સોશિયલ મિડિયા પર ધુમ મચાવી છે. તેમને તેમના લગ્નમાં માત્ર અંગતના લોકોને જ આમંત્રણ આપ્યુ હતું માટે જ તેમણે વિદેશમાં લગ્ન કર્યા હતા ત્યારે હવે ૨૬મી ડિસેમ્બરે ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ક્રિકેટરો માટે મુંબઇમાં રિસેપ્શન રાખશે. વિરાટ અને અનુષ્કા હાલ માત્ર તેમના પ્રેમ જ નહિં પરંતુ વ્યવસાય પર પણ પુરતું ધ્યાન આપી રહ્યાં છે. સાથે જ તેમને લગ્નની બોલીવુડ આખુ શુભેચ્છા પાઠવી રહ્યું છે.