- અગાઉ એક આરોપીની કરાઈ હતી ધરપકડ
- 2 બંધ મકાનમાંથી 1,54,700ની કિંમત દાગીનાની કરી હતી ચોરી
જુનાગઢ જીલ્લાના કેશોદની પ્રેરણાધામ સોસાયટી ખાતે 6 મહિના પહેલાં તસ્કરીની ઘટનામાં સંડોવાયેલા વધુ 2 આરોપીઓ ઝડપાયા છે. પોલીસે ટ્રાન્સફર વોરંટ આધારે લોધીક પોલીસ પાસેથી બંને આરોપીઓ દાહોદના માનસીંગ પલાસ અને નિકેશ પલાસની અટક કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. પ્રેરણાધામ સોસાયટીમાં 6 મહિના પહેલાં 2 બંધ મકાનના તાળા તોડી 1,54,700 ની કિંમત સોના ચાંદીના દાગીનાની તસ્કરીની ઘટના બનવા પામી હતી. જેના અનુસંધાને 5 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેમાંથી એકની અગાઉ ધરપકડ કરાઈ હતી. એક આરોપી મૃત્યુ પામ્યો હોવાનું જણાયું છે તો અન્ય એક ફરાર છે.
કેશોદના પ્રેરણાધામ સોસાયટી ખાતે 6 મહિના પહેલાં તસ્કરીની ઘટનામાં વધુ 2 આરોપીઓ ઝડપાયા હતા. કેશોદ પોલીસે ટ્રાન્સફર વોરંટ આધારે લોધીક પોલીસ પાસેથી બંને આરોપીઓનો કબ્જો મેળવ્યો હતો. પોલીસે ઝડપી પાડેલ દાહોદના માનસીંગ ધારકાભાઈ પલાસ, નિકેશ જવસીંગભાઈ પલાસની અટક કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી. કેશોદના જુનાગઢ રોડ પર આવેલ પ્રેરણાધામ સોસાયટીમાં 6 મહિના પહેલાં 2 બંધ મકાનના તાળા તોડી 1,54,700 ની કિંમત સોના ચાંદીના દાગીનાની તસ્કરીની ઘટના બનવા પામી હતી.
પોલીસે આ ઘટનામાં સીસીટીવી ફુટેજ આધારે 5 અજાણ્યાં શખ્સો વિરૂધ્ધ ગુન્હોં નોંધ્યો તપાસ હાથ ઘરી હતી. પોલીસ તપાસમાં અગાઉ દાહોદના રાકેશ સ./ઓ. મડીયાભાઈ હરૂભાઈ ભાભોર નામના તસ્કરની અટક કરી તેમને જેલ હવાલે કર્યો હતો. આ તસ્કરીની ઘટના બાદ એક તસ્કરનું મોત નિપજ્યું હોવાની જાણકારી મળી હતી. આ ચોરીની ઘટનામાં હજુ એક તસ્કરને પકડવાનો બાકી પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.
ઝડપાયેલા 2 આરોપીમાંથી માનસીંગ વિરૂધ્ધ અગાઉ પંચમહાલ, રાજકોટ, ગીર સોમનાથ જિલ્લામાં 5 ગુન્હાઓ જ્યારે નિકેશ વિરૂધ્ધ જામનગર, મોરબી, રાજકોટ, બોટાદ, દાહોદ, મહેસાણા, ગીર સોમનાથ જિલ્લામાં 13 ગુન્હાઓ નોંધાયા છે. તેમજ ઝડપાયેલાં તસ્કરો પાસેથી પોલીસને કોઈ પણ જાતનો મુદામાલ હાથ લાગ્યો ન હતો. પોલીસે ઝડપી પાડેલાં આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.