મોદી સ્કૂલ દ્વારા ગણેશચતૂર્થી અને સંવત્સરી પર્વની ઉજવણી
પૃથ્વી પર દૂરાચારનું સામ્રાજય છવાઈ જાય છે. ત્યારે ગણેશ ભગવાન ભૂમિનો ભાર હળવો કરવા પૃથ્વી પર જન્મ ધારણ કરે છે તેને આપણે ગણેશચતુર્થી તરીકે મનાવીએ છીએ. તેમજ સંવત્સરી એટલે ભગવાન મહાવીર સ્વામીનો જન્મોત્સવ આખા જગતને પરમ જયોતિ આપવા માટે જન્મધારણ કરનાર એવા પ્રભુ એટલે મહાવીર સ્વામી તેમનો જન્મ દિવસ સમગ્ર દુનિયામાં ઉજવવામાં આવે છે.તેમજ તેમનો જન્મદિવસ આખા જગતને આનંદની અનૂભૂતિ કરાવે છે. આવા આપણા બંને પારંપારિક પર્વને ઉજવવા માટે મોદી સ્કુલ પરિવાર ખૂબજ ઉત્સાહીત થઈને ઓનલાઈન આ પર્વને ઉજવ્યા હતા. અને માણ્યા હતા. તેમાં નાના નાના ભૂલકાઓથી લઈને ધો.૯ અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમનાં બાળકોએ અવનવી પ્રવૃત્તિઓ કરી હતી. તેમાં નાના બાળકો ગણપતિ બનીને મમ્મી-પપ્પાની પરિક્રમા કરી હતી. કોઈ મહાવીર સ્વામી બની તે તપ આરાધના કરતા બતાવ્યા હતા તેમજ ધો.૧ થી ૪ના બાળકોએ માટીમાંથી ગણપતિ, ચોકલેટમાંથી ગણપતિ બનાવ્યા હતા. તેમજ તેનું વિસર્જન કેમ કરવું તે પણ શિક્ષકો દ્વારા સમજાવાયું હતુ. જેમ કે માટીના હોય તો કુંડામાં કયારામાં વિસર્જન કરવું તેમજ ચોકલેટના હોયતો દુધમાં પલાડીને મીલ્ક શેઈક કરવા વગેરે શિક્ષકોએ સમજાવ્યું હતુ. ધો.૫ થી ૮ના બાળકોએ પણ સુંદર રીતેગણપતિ બનાવીને ડેકોરેટ કર્યા હતા. કોઈએ ગણેશ ચતુર્થીની સ્પીચ આપી હતી કોઈએ સંવત્સરી અંતર્ગત સુંદર સ્પીચ આપી હતી અમુક બાળકોએ નવકારમંત્ર, ગણપતિ મંત્ર વગેરે બોલ્યા હતા તેમજ શાળાનાશિક્ષકોએ પણ ગણેશચતૂર્થીની ‘સાચુ તીર્થ’ ની વાર્તા કહીને માતા પિતાની પ્રદક્ષિણા કરવાનું કહ્યું હતુ. તેમજ સંવત્સરી પર્વની વાત પણ સરસ રીતે સમજાવી હતી કે કોઈપણ બાબતને આપણે છુપાવવી ન જોઈએ.