કોરોનાના કહેર વચ્ચે નિ:સ્વાર્થ ભાવે ફરજ બજાવતા પત્રકારોને વીમાકવચ આપવાની સોનવાલ સરકારની પહેલને આવકારતા દેશભરના પત્રકાર સંઘો
દેશભરમાં ચાલી રહેલી કોરોના કટોકટી અને લોકડાઉન દરમિયાન ડોકટરો, પોલીસ વહીવટી તંત્રના કર્મચારીઓની સાથે પત્રકારોને સાચી માહિતી આપવાના રાષ્ટ્ર સેવા કાજે ઘર બહાર નિકળવાની સ્વાયતતા આપવામાં આવી છે. આરોગ્ય કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ, જિલ્લા વહિવટી તંત્રના કર્મચારીઓ પોલીસ અને આવશ્યક ચીજવસ્તુઓ સાથે સંકળાયેલા લોકોને કોરોનામાં કંઈ થાય તો રૂ.૨૫ લાખનું વિમા કવચની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ તેમના જેટલું જ જોખમ એકલા પત્રકારોને આવી સુરક્ષા કવચમાંથી બાકત રાખવામાં આવ્યા છે.
ત્યારે દેશમાં સૌપ્રથમવાર આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનવાલે ફ્રન્ટલાઈન જર્નાલિસ્ટો અંગે રૂબરૂ કરીને જાહેરાત કરી છષ કે મોરચા પર લડનારા આ પત્રકારો બહાદુરીથી કોવિડ-૧૯ સામે તમામ જોખમો ઉપાડીને જીવનું જોખમ ખેડીને કામ કરી રહ્યાં છે. તે ખરા હિરો છે અમારી સરકાર આ તમામ પ્રત્યેકને ૫૦ લાખ રૂ પિયાનું વિમા કવચ આપશે.
આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનવાલે જણાવ્યું હતું કે, પત્રકારો કોવિડ-૧૯ના રિપોટીંગ માટે બહાદુરીપૂર્વકનું યોગદાન આપી રહ્યાં છે. દરેક મુદ્દાઓ ઉજાગર કરી અસરકારક સામાજીક જાગૃતિ લાવે છે. એ તેમના નિસ્વાર્થ કર્મનો પુરાવો છે. રાજ્ય સરકારે આથી જ આ વિમા કચવનો અમલ શરૂ કરશે.સોનાવાલે એમ પણ જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ના યુદ્ધમાં પત્રકારો, સરકાર અને અલગ અલગ વિભાગો સાથે તેમની નિ:સ્વાર્થ સેવાઓ આપે છે. મુખ્યમંત્રી સોનવાલે પત્રકારોના સારા સ્વાસ્થ્ય અંગેની શુભકામના વ્યકત કરી સમાજમાં સારા દિવસો પાછા લાવવા માટે તેઓ પોતાનું આ ઉમદા કાર્ય ચાલુ રાખે. ૨૫મી એપ્રિલે કેટલાંક પત્રકારોએ ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલસ કોવિડ-૧૯ ટેસ્ટ કરાવ્યા હતા. રાજ્યના આ વિવિધ પત્રકાર સંઘ દ્વારા સરકારના વિમા કવચના આ નિર્ણયને આવકાર્યું હતું.