મિત્ર સાથે જુના ઘર તરફ જતા બે લોકોના ઝગડામાં વચ્ચે પડતા એક શખ્સે તેને છરી ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સમગ્ર પંથકમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ફેરવવામાં આવી રહ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસની કચાસના ના કારણે અનિશ્ચિત બનાવો બની રહ્યા છે. જેમાં જામનગર ખાતે શંકર ટેકરી વિસ્તારમાં રહેતા યુવાન તેના મિત્ર સાથે જતો હતો ત્યારે પાડતા ઝગડામાં દરમિયાનગીરી કરતા એક શખ્સે તેના પર છરી વરે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો.બનાવની જાણ પોલીસને થતાં સ્ટાફ દ્વારા તેના વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.

વિગતો મુજબ જામનગરના દિગ્દામ સર્કલ નજીક હનુમાન ટેકરી વિસ્તારમાં મેલડી માતાજીના મંદિર પાસેથી પસાર થઈ રહેલા બે યુવાનો પૈકી ગૌતમ ઉર્ફે ગુડા દિનેશભાઈ સીંગરખીયા નામના 22 વર્ષના યુવાન પર હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા હિતેષ ઉર્ફે ફોગો બાબુભાઈ રાઠોડ નામના યુવાને છરીના ઘા ઝીંકી દેતા ગૌતમને ગંભીર હાલતમાં જી.જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવની જાણ પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો.

પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ જામનગર શહેરના શંકરટેકરી સુભાષપરા શેરી નં.7 રામાપીરના મંદિરવાળી શેરી વિસ્તારમાં રહેતો ગૌતમ ઉર્ફે ગુંડા દિનેશભાઈ સિંગરખીયા (ઉ.વ.22) નામનો યુવક ગત રાત્રિના સમયે તેના મિત્ર ધમા સાથે તેના ભાઇના જૂના મકાને જતાં હતાં. ત્યારે હનુમાન ટેકરી મેલડી માતાના મંદિર પાસે પહોંચ્યા ત્યારે હિતેશ ઉર્ફે ફોગો બાબુ રાઠોડ નામના શખ્સ કોઇ સાથે બોલાચાલી અને ઝઘડો કરતો હતો. તે દરમિયાન ગૌતમે વચ્ચે પડી છોડાવવા જતા ગૌતમ સાથે બોલાચાલી અને ઝપાઝપી કર્યા બાદ ઉશ્કેરાઈને છરીનો એક ઘા ડાબા કાન પાછળ અને બીજો જીવલેણ ઘા ડાબા પડખામાં ઝીંકયો હતો.

જીવલેણ હુમલાથી ઘવાયેલા ગૌતમને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર કારગત નિવડે તે પહેલાં યુવકનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો. પીઆઇ પી.એલ. વાઘેલા તથા સ્ટાફ ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો. મૃતકના ભાઈ નીતિન દિનેશભાઈ સીંગરખીયા (રે. શંકરટેકરી, સુભાસ પરા શેરી નં. 7) ની ફરિયાદના આધારે હિતેશ વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.