ચોકલેટ હંમેશાથી આપણાં માટે સૌથી વધુ ટેસ્ટી, ડિલિશિયસ શોધ રહી છે, ચોકલેટથી થોડી જ ક્ષણોમાં મુડ એકદમ હેપ્પી થઇ જતો હોય છે તેનો સ્વાદ તમને એક અલગ જ દુનિયામાં લઇ જાય છે. જાણે એક રોમાંચક સફર હોય ચોકલેટ આપણે ઘણાં અલગ-અલગ રૂપમાં મેળવી લેતા હોય જેમ કે ડાર્ક શેક, ચોકલેટ કેક, ડેઝર્ટ અને બીજા ઘણાં બધા રુપે આપણે ચોકલેટનો ઉપયોગ કરતા હોય છીએ ત્યારે તેની ગુણવત્તાની ચકાસણી કરવી ખૂબ જ જરુરી છે. અલગ-અલગ બ્રાન્ડની ચોકલેટોમાં વિભિન્ન ખાસિયત હોય છે.
ઘણી ખરાબ ગુણવત્તા વાળી ચોકલેટોમાં ડ્રાયફ્રુટ, વેફર્સ, કેરેમલ નાખેલા હોવાને કારણ આપણે જાણી શકતા નથી કે ગુણવત્તા કેવી છે તેમ છતા તે સ્વાદિષ્ટ લાગે છે. માટે ચોકલેટને પરખવી ખૂબ જ જરુરી છે.
– સારી ગુણવત્તાની ચોકલેટમાં યુનિક એરોમાં હોય છે માટે ચોકલેટને ફ્રિજમાં અન્ય ખોરાક સાથે મુકો અને લાંબા સમય સુધી તેને રહેવા દો હવે જુઓ કે ચોકલેટની પહેલા જેવી જ સ્મેલ બરાકરાર છે? કે તેમાં પણ જો સાથે રાખેલા ખોરાકની ગંધ આવવા લાગે તો જાણી શકો છો કે તમારી ચોકલેટ ઓછી ગુણવત્તા ધરાવે છે.
– જ્યારે તમે ચોકલેટ ખાવ ત્યારે તે હંમેશા તમારી સાથે વાત કરવાની કોશિક કરે છે તે જીણીને થોડી અજીબ લાગશે પણ ચોકલેટના ચાહકો સમજી ગયા હશે. બેસ્ટ ચોકલેટ બાર એક ટીપીકલ અવાજ કાઢે છે જ્યારે તમે તેની બાઇટ લેતા હોય જો તમને તેના ક્રેક થવાના સમયે ક્રમ્બલ રાઉન્ડ સંભળાય ત્યારે સમજી જવું કે તમારી ચોકલેટની ગુણવત્તા સારી નથી.