વીરમગામ ઓખા લોકલ ૧પ જુલાઇથી ૩૧ જુલાઇ રદ રહેશે જયારે રાજકોટ પોરબંદર તથા પોરબંદર દિલ્હી બદલાયેલા રૂટ પર દોડશે
રાજકોટ રેલવે દ્વારા જામનગર-રાજકોટ સેકશનમાં ચાલી રહેલા ઇલેકટ્રીકેશન તથા એન્જીનીયરીંગ કાર્યને કારણે કેટલીક ગાડીઓને અસર થશે.
જેમાં ટ્રેન નં. ૫૯૫૦૩ વીરમગામ ઓખા લોકલ ૧પ જુલાઇથી ૩૧ જુલાઇ ૨૦૧૯ સુધી રાજકોટ ઓખા વચ્ચે આંશિક રુપે રદ રહેશે. જયારે ટ્રેન નં. ૫૯૫૦૪ ઓખા-વિરમગામ લોક ૧૬ જુલાઇથી ૧ ઓગષ્ટ ૨૦૧૯ સુધી ઓખા રાજકોટ વચ્ચે આંશિક રુપે રૂટ રહેશે.
જયારે ટ્રેન નં. ૫૯૨૧૧ રાજકોટ-પોરબંદર લોકલ તથા ટ્રેન નં. ૫૯૨૧૧ રાજકોટ-પોરબંદર લોકલ તથા ટ્રેન નં. ૫૯૨૧૨ પોરબંદર-રાજકોટ લોકલ હવે ૧પ જુલાઇથી ૩૧ જુલાઇ ૨૦૧૯ સુધી હાપા, જામનગરની બદલે વાયા વાંસજાલીયા જેતલસરના બદલાયેલા રુટ પર ચાલશે. આ ટ્રેન ભકિતનગર, ગોંડલ, વીરપુર, નવાગઢ, જેતલસર, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, પાનેલી મોટી, જામજોધપુર સ્ટેશન પર ઉભી રહેશે અને પોરબંદર જશે.
પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એકસપ્રેસ તથા પોરબંદર મુરફકકરપુર મોતીહારી એકસપ્રેસ ૩૦ જુલાઇ સુધી પોરબંદર રાજકોટ વચ્ચે પરિવતિત રુટ પર ચાલશે. પોરબંદરથી ૧૬ જુલાઇ, ૨૦ જુલાઇ, ર૩ જુલાઇ, ર૭ જુલાઇ તેમજ ૩૦ જુલાઇએ ચાલનારી ટ્રેન નં. ૧૯૨૬૩ પોરબંદર-દિલ્હી સરાઇ રોહિલ્લા એકસપ્રેસ હાપા તથા ૧૮ જુલાઇ, ૧૯ જુલાઇ, ૨૫ જુલાઇ તેમજ ૨૬ જુલાઇ એ ઉપડતી ટ્રેન નં. ૨૯૨૬૯ પોરબંદર મુજફફરપુર મોતીહારી એકસપ્રેસ ટ્રેન હાપા જામનગરની બદલે વાયા વાંસજાલીયા, જેતલસર, ભકિતનગર રાજકોટના રૂટ પર ચાલશે. આ બન્ને ટ્રેન પોરબંદર-રાજકોટની વચ્ચે બદલાયેલ માર્ગ પર ચાલશે.
રેલવે યાત્રિઓને આ ફેરબદલ ને ઘ્યાનમાં રાખી યાત્રા કરવા રાજકોટ રેલવે મંડળ દ્વારા અનુરોધ છે.