વીરમગામ ઓખા લોકલ ટ્રેન આંશિક રૂપે રદ જયારે રાજકોટ-પોરબંદરના રૂટમાં ફેરફાર

રાજકોટ રેલવે મંડલના રાજકોટ-હાપા સેકશનમાં ચાલી રહેલા ઈલેકટ્રીફીકેશન તથા જામનગર કાનાલુસ વચ્ચે એન્જિનીયરીંગ કાર્યને કારણે ૩૧ ઓગષ્ટ સુધી આવતી જતી ટ્રેનને અસર થશે.

જેમાં આંશિક રૂપે રદ થતી ટ્રેનમાં ટ્રેન નં. ૫૯૫૦૩ વીરમગામ ઓખા લોકલ ૧૬ ઓગષ્ટથી લઈ ૩૧ ઓગષ્ટ સુધી હાપા-ઓખા વચ્ચે આંશિક રૂપે રદ રહેશે.

જયારે ટ્રેન નં. ૫૯૫૦૪ ઓખા-વીરમગામ લોકલ ૧૭ ઓગષ્ટથી લઈ ૧ સપ્ટેમ્બર સુધી ઓખાની જગ્યાએ હાપાથી શરૂ થશે આ રીતે આ ટ્રેન ઓખા-હાપા વચ્ચે આંશિક રૂપે રદ રહેશે.

જયારે ડાયવર્ટ રૂટ પર ચાલનારી ટ્રેનમાં રાજકોટ-પોરબંદર તથા પોરબંદર રાજકોટ લોકલ ટ્રેન ૩૧ ઓગષ્ટ સુધી બદલાયેલા રૂટ પર દોડશે ટ્રેન નં. ૫૯૨૧૧ રાજકોટ-પોરબંદર લોકલ તથા ટ્રેન નં. ૫૯૨૧૨ પોરબંદર રાજકોટ લોકલ હવે ૧૬ ઓગષ્ટ થી ૩૧ ઓગષ્ટ સુધી હાપા, જામનગરની જગ્યાએ વાયા વાંસજાલીયા, જેતલસરના બદલાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ભકિતનગર, ગોંડલ, વીરપૂર, નવાગઢ, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, પાનેલી મોટી, જામજોધપુર સ્ટેશનો પર થઈને પોરબંદર જશે.

પોરબંદર દિલ્હી સરાય રોહિલ્લા એકસપ્રેસ તથા પોરબંદર મુઝફફરપૂર મોતીહારી એકસપ્રેસ ૩૧ ઓગષ્ટ સુધી પોરબંદર-રાજકોટની વચ્ચે બદલાયેલા રૂટ પર દોડશે.

પોરબંદરથી ૧૭ ઓગષ્ટ, ૨૦ ઓગષ્ટ, ૨૪ ઓગષ્ટ, ૨૭ ઓગષ્ટ તથા ૩૧ ઓગષ્ટ ઉપડતી ટ્રેન નં. ૧૯૨૬૩ પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલ્લા એકસપ્રેસ તથા ૧૬ ઓગષ્ટ, ૨૨ ઓગષ્ટ, ૨૩ ઓગષ્ટ, ૨૯ ઓગષ્ટ તેમજ ૩૦ ઓગષ્ટે ઉપડતી ટ્રેન નં. ૧૯૨૬૯ પોરબંદર મુઝફફરપૂર મોતીહારી એકસપ્રેસ ટ્રેન હાપા, જામનગરની જગ્યાએ વાયા વાંસજાલીયા, જેતલસર, ભકિતનગર રાજકોટના બદલાયેલા રૂટ પરથી ઉપડશે આ બંને ટ્રેન પોરબંદર-રાજકોટની વચ્ચે બદલાયેલા માર્ગ પર ચાલશે.

રેલવે યાત્રીઓને આ બદલાયેલા રૂટને ધ્યાનમા રાખી મુસાફરી કરવા અનુરોધ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.