સમાગમ એ પ્રેમ છે, એકબીજા સાથેની લાગણી છે સાથે સાથે તમારી અને સાથીની શારીરિક જરૂરિયાત પણ છે જે કુદરતી છે. આ બાબતે અનેક એવા ઉપકરણો  અને દવાઓ છે જે તમને શારીરિક સંબંધના કારણે થતા રોગથી અને ઇન્ફેકશનથી રક્ષણ આપે છે. પરંતુ કેટલાક એવા ઇન્ફેક્શન છે જે સમાગમ બાદ લેવાતી બેદરકારીના કારણે થતા હોય છે અને તેના ગંભીર પરિણામો સામનો કરવાનો વારો આવે છે. તો આ ઇન્ફેક્શનથી કઈ રીતે બચવું એ માટે અહીં વાત કરવામાં આવી છે.

Feminine wash how to wash your vag 1 2

જયારે પણ સમાગમ કરો ત્યાર બાદ તરત જ યુરિનલ જવું જોઈએ. એવું કરવાથી વજાઈનામાં રહેલા કીટાણુ નીકળી જાય છે. આવું કરવાનું હંમેશા કહેવામાં આવ્યું છે.

handwashing 456px 3

 શારીરિક સંબંધ બાદ વજાઈનાને સાફ કરવી જોઈએ, જેના માટે સુગંધ રહિત સાબુનો ઉપયોગ કરવો હિતાવહ રહે છે. ત્યાર બાદ ગરમ પાણીમાં નેપકીન પલાળી યોનિને હળવા હાથે સાફ કરો.

Aquatica Sensuality Wht Freestanding Solid Surface Bathtub web9 1

 સેક્સ બાદ બાથ ટબમાં હુંફાળું પાણી ભરી તેમાં ટોપરાના તેલના થોડા ટીપા ઉમેરી તે પાણીમાં થોડી વાર માટે રહો. આ રીતે કરવાથી યોનિની બળતરા અને સોજો ઓછા થાય છે.

woman in bed reaching for glass of water to drink before going to sleep

સેક્સ કરવાથી શરીરની કેલેરી બળે છે, અને શરીરમાં પાણી પણ ઓછું થાય છે. જેના કારણે સેક્સ કાર્ય બાદ ડીહાઇડ્રેશન પણ અનુભવાય છે એટલા માટે સમાગમ બાદ પાણી પીવું આવશ્યક છે.

86 1

સમાગમ બાદ યોનિને સંપૂર્ણ રીતે સ્વચ્છ કરી ક્યારે પણ ટાઈટ થતા હોય કે નાયલોન મટીરીયલ માંથી બંર્લા અંડર ગાર્મેન્ટ્સ ન પહેરવા, અને બને ત્યાં સુધી નિર્વસ્ત્ર અવસ્થામાં સૂવું જોઈએ. આ ઉપરાંત ઢીલા અને સુતરાઉ આંતરવસ્ત્રો પહેવા જોઈએ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.