ભારતમાં કયાંય આપણું ભારત દેખાતું  નહિ હોવાનો પણ અફસોસ!

 

આપણા ગઝલ સમ્રાટ શ્રી ઘાયલની એક ગઝલની પંકિત યાદ આવે છે:

ભરી દરબાર બેઠો છું, છતાં ભેંકાર લાગે છે,
સકળ સંસાર ભૂતાવળતણો ઓથાર લાગે છે
કહે છે રંગમાં આવો, પરંતુ રંગ એલાવી નથી શકતો
પડી છે બેડીઓ એવી કે ખખડાવી નથી શકતો

આપણા આજના ભારતની જએનાં ઝાંખી થયા વગર રહેતી નથી.

આપણો દેશ કેવો હતો અને કેવો થઇ ગયો!

આપણી માતૃભૂમિ કેવી હતી ને કેવી થઇ ગઇ !

કવિઓએ એને નંદનવન કહી હતી. કવિઓને એને સ્વર્ગભૂમિ કહી હતી.

એક કવિએ (ઇકબાલે) એને ‘સારે જહાંસે અચ્છા’તરીકે નવાજયો હતો. આપણા ગુજરાતમા ફુંકાયેલા વાવાઝોડાને કેટલાક લોકોએ ‘કળિયુગનો પ્રતાપ’કહ્યો…. કેટલાક વૃઘ્ધજનોએ પાપ વધી ગયાનો ધડાકો કર્યો…

બાકી તો, કુદરત એનું કામ કરે છે, પ્રકૃતિ એનો ભાગ ભજવે છે, એમ કહેતા લોકો પણ આ ધટનાને પાપ-પૂણ્યનો ત્રાજવે તોળે જ છે!

આપણા પૌરાણિક યુગના એક ઋષિ સુક પુરાણીએ એ સમયના રાજા જન્મેજયને ત્રિકાળજ્ઞાની મહર્ષિ કૃષ્ણદ્રૈપાયન આર્યએ કળિયુગની જે ભવિષ્યવાણી કહી હતી, તે અહીં કરવા જેવી છે. એ શબ્દશ: આ પ્રમાણે હતી.

કળિયુગના રાજાઓ માત્ર ને માત્ર મપોતાનું જ રક્ષણ કરશે. રક્ષકો ભક્ષકો બનશે. રાજા અને પ્રજા ભ્રષ્ટ હશે. યુકિત-પ્રયુકિત કરશે. ગુનેગારોને પોષણ આપશે. પ્રજા પાસેથી બેફામ કરવેરા લેશે. પ્રજા ગરીબીમાં રિબારો, ગરીબ પ્રજા અનિષ્ટોથી ખદખદતી હશે. કયાંયે પવિત્રતા જોવા મળશે નહિ. પૃથ્વી બે ભાગમાં શ્રમજીવીઓ અને બુઘ્ધિજીવોઓમાં વહેંચાઇ જશે.

કળિયુગમાં વૈદિક  ધર્મ નાશ પામશે, ધાર્મિક સ્થળો વ્યભિચારમાં ફેરવાઇ જશે. વર્ણાશ્રમ નાશ પામશે.ે ચારે વર્ણ એક જ પંકિતમાં બેસી ભોજન કરશે. ચારે વર્ણ ધર્મભ્રષ્ટ, આહારભ્રષ્ટ, આચારભ્રષ્ટ, વિચાર ભ્રષ્ટ કરશે. પલાયનવાદનો ધૂમ પ્રચાર થશે. વર્ણાશ્રમ નાશ પામતાં વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થશુે. ઘરેઘરે ગામે ગામ કલેશ, કંકાસ, ઝઘડાનાં દંગલો ખેલાશે.

ધર્મ, ન્યાય, જાતિ, પ્રમાણિકતા, વચન, પાલન, રાષ્ટ્રપ્રેમ અદ્રશ્ય થશે. સર્વત્ર ઉદ્રેગો ફેલાશે. ઇર્ષાળુ ઉપદ્રવિઓ શાંતિિ5્રય પ્રજાને શાંતિથી રહેવા દેશે નહિ. સારી પ્રજા ત્રાસી જશે. શરીર વેચી ધનાઢય બનશે. અને વિશ્ર્વમાં મશહૂર બનશે. ભ્રષ્ટાચાર અને વ્યભિચાર શિષ્ય ગણાશે. માતા-પિતા અને ભાઇ ભાઇ વચ્ચે કૌટુંબિક ભાવ નાશ પામશે. માત્ર સ્વાર્થના સંબંધો હશે. સ્ત્રીઓઓ અનુ પુરુષો સ્વછંદી અને નિર્લજ બની, લાજ-શરમ નેવે મૂકશે. વડીલોનું હડાહડ અપમાન કરશે.

પાંચ હજાર કિંમતની વસ્તુના પચાસ હજાર લેવાશે, તેઓ પાંચ પ્રકારના કલેશોના ભોગ બનશે, લંટપ જીવો જન્મશે અને પતન થશે. અનિષ્ટ કાર્યોના આધારે અનેક દૂ:ખો ભોગવશે.

માટે હે રાજન ! તમારા પૂર્વ જ સપ્તષિઓના કાર્યો અને સદગુણોને યાદ કરો. પ્રજા અનેકવિધ વ્યસનોમાં ગ્રસ્ત હશે અને દુર્બળ હશે. મરવાના વાંકે માંડ માંડ જીવતા હશે ધરશતી માતા ભારે મરશે.

લોકો ધાન્ય-અનાજ ઉત્પાદન કરશી નહિ, લાખો રૂપિયા કમાવા માટે અનેક રોગો પેદા કરનાર પાકોની ખેતી કરશે. તમાકુ તથા અનેક ઝેરી વસ્તુઓની ખેતી કરશે. ઝેરી પાકોના ઉત્પાદન ઉપર રાજાઓ પ્રતિબંધ ફટકારશે નહિ. તેવી લોકો અકાળે અવસાન પામશે.

વર્ણાશ્રમ ભૂલાઇ જતાં ચારે વર્ણ વર્ણશંકર સંતતિ ઉત્પન્ન કરશે. તેમની વાહ વાહ થશે. રાજાઓ તેમને ઇનામો આપશે.

મુર્ખાઓ, સ્વાર્થીઓ, લોભીઓ, લાલચુઓ અને જુઠાબોલા લોકોને પ્રલોભનો આપશે. પૃથ્વી ઉપર તમામ ક્ષેત્રો ભ્રષ્ટાચારથી ખદબદશે. કળિયુગ ઉઘ્ધત બની અહંકારમાં છકી ફલ્યો ફાલ્યો હશે. રાજા કે રક્ષકો અને ભૂખી હશે. પોતાને બચાવવા પ્રભુને પોકારશે.

આ ભવિષ્ણવાણીમાં એક મહત્વની વાત એ છે કે, રાજાઓ સ્વચ્છંદી અને નિરંકુશ બનશે. તેઓ કોઇની સાચી કે ખોટી સલાહસુચના નહિ માને પોતાની જ મનમાની કરશે પંડિતોને બદલે રાજાઓ ઉપદેશ આપતા થઇ જશે. ભકિત ગૌણ બનશે જ્ઞાન અહંકારી બનશે.

કળિયુગમાં પ્રાકૃતિક સમતુલા નહિ રહે. ઋતુઓ વિવેકા વિવેકને આધીન નહિ રહે. ધનને લોકો ઇશ્ર્વર માનશે. ધનપતિઓ સર્વેસર્વા બનવાની હોડ કરશે.

આસુરી પરિબળો બેકાબુ બનશે. નીતીમતા ખતમ થશે.

માતૃભૂમિ છીન્ન વિછિન્ન થશે. કોઇ કોઇનો ભરોસો ન કરે, એવી પાપલીલાઓ આચરાશે!

કળિયુગ વિશેની આ ભવિષ્યવાણી ત્રિકાળજ્ઞાનિ ઋષિએ કહી છે.

કુદરતી આફતોમાંથી આપણે બોધપાઠ લેવાનો છે. આજના ભારતમા કયાંય આપણું ભારત નથી એમ કહેતી વખતે એવો ખુલાસો કરવો પડે છે કે, ભારતમાં કયાંય ભારત નથી. એવો અફસોસ વિદેશથી ભારતમાં આવેલા અને ભારતમાં હરીફરીને પાછા ગયેલા એક બિનનિવાસી ભારતીય દંપતિઓ કર્યો હતો.

તેઓ હોંશે હોંશે પોતાના મૂળભૂત દેશમાં આવ્યા હતા. વિદેશથી નીકળ્યા ત્યારે સંબંધીત સહુ કોઇને અનરાધાર રાજીપા સાથે એમ કહ્યું હતું કે અમે દેશમાં જઇએ છીએ.  ઇન્ડીઆ જઇએ છીએ. ભારત જઇએ છીએ. પરંતુ વિદેશ પાછા ફરીને એજ સંબંધીઓને દુ:ખ સાથે કહ્યું હતું કે અમે ઇન્ડીઆ જોયા વિના પાછા આવ્યા છીએ.

ઇન્ડીઆ ગયા હતા તો ઇન્ડીઆ ન જોયું  એમ કેમ કહો છો? એવો સ્વાભાવિક સવાલ સંબંધીઓએ કર્યો હતો. એના જવાબમાં તેમણે એમ કહેલું કે ભારતમાં કયાંય ભારત નથી. મહારાષ્ટ્ર છે. ગુજરાત છે. રાજસ્થાન છે. દિલ્હી અને મુંબઇ છે. પણ ભારત નથી. ત્યાં હિન્દુઓ છે.

આ બધું જ પણ એકતા નથી પ્રજામાં પ્રદેશો વચ્ચે નેતાઓમાં રાજપુરૂષોમાં, રાજકર્તાઓમાં વૈચારિક એકત્વનું નામનિશાન નથી. દેશ જ સર્વેોપરિ છે એ વાત ભૂલાઇ ગઇ છે. જયાં સુધી એને ઠીકઠાક નહિ કરી લેવાય ત્યાં સુધી કુદરત નહિ ત્રૂઠે !

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.