ઠંડી આવતાં જ હોંઠ ફાટવાની શરૂઆત થઇ જાય છે. એવામાં હોંઠને નરમ અને મુલાયમ બનાવી રાખવા માટે આપણે એની પર વારંવાર લિપ બામ લગાવીએ છીએ. પરંતિ તમને એ જાણીને હેરાની થશે કે હોંઠને સુંદરતા આપનાર લિપ બામ હોંઠને મોટું નુકસાન પહોંચાડે છે.

વારંવાર લિપ બામ લગાવવાથી હોંઠને મોટું નુકસાન થાય છે. લિપ બામમાં જે કેમિકલ ફ્રેગ્નેન્સનો ઉપયોગ કરવામાં આવે છે એ હકીકતમાં હોંઠને નુકસાન પહોંચાડે છે.

લિપ બામ જો મેથોલ યુક્ત છે તો એનાથી વધારે નુકસાન થઇ શકે છે. નિયમિત રૂપથી લિપ બામ લગાવનાર લોકોને હોઠ ફાટવાની સમસ્યા વધારે વધી જાય છે.

એક અભ્યાસમાં એ વાત કહેવામાં આવી છે કે લિપ બામમાં જો કે એડિક્શન વાળું કોઇ તત્વ હોતું નથી, પરંતુ એેને વારંવાર લગાવવાની આદત જરૂરથી પડી જાય છે.

કેટલીક વખતે લિપ બામથી એલર્જી થતી પણ જોવા મળે છે. હકીકતમાં સુગંધ માટે લિપ બામમાં જે કેમિકલ ઉપયોગમાં લેવામાં આવે છે, એના કારણે હોઠ પર એલર્જી થઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.