કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણી છેલ્લા બે માસથી ચાલી રહી છે. હાલમાં એકેડેમીક સેશનમાં વિવિધ જાણીતા કલાકારો આવીને રંગભૂમિનાં વિવિધ અનુભવો શેર કરીને યુવા કલાકારોને સારૂ માર્ગદર્શન પૂરૂ પાડી રહી છે. ગુજરાત ગૌરવ પુરસ્કાર સન્માનિત તથા ગુજરાત રાજ્ય એકાંકી, ત્રિઅંકી અને બાલ નાટ્ય સ્પર્ધામાં અનેક પુરસ્કાર વિજેતા, સુપ્રસિદ્ધ દિગ્દર્શક અને નાટ્યવિદ્ પી.એસ.ચારી. રવિવારે સેશનમાં આવ્યા હતા પ્રથમ પ્રાયોગિક રગભૂમીનો ઇતિહાસ અને ત્યારબાદ હાલની રંગભૂમિ અને ત્રીજું એક્સપરિમેન્ટલ થિયેટર કેમ કરવું અને ત્રણ ચરણમાં મેં થિયેટર કઈ રીતે કર્યા છે. એ વિશે વાતકરી હતી. જેમાં આજે જુના નાટકની અદ્ભુત ક્લિપ્સ પણ લોકભોગ્ય બની છે.
કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણી
અબતક સોશિયલ મિડીયાના ફેસબુક પેઈજ ઉપર રોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઈવ પ્રસારણ માણો
પી.એસ.ચારી જણાવ્યું કે થિયેટરમાં વ્યાવસાયિક અને પ્રાયોગિક રંગભૂમિ સતત ધબકતી રહી છે. જેમાં અનેક સમસ્યાઓ સાથે બન્ને આગળ વધે છે. જેનું લક્ષ્ય એક જ છે રંગભૂમિનો વિકાસ. વ્યાવસાયિક રંગભૂમિમાં અમુક વસ્તુઓ ફિક્સ છે. સેટ્સ, એક્ટર, લેખક, જેમની જરૂરિયાત જરૂરી છે બીજી તરફ પ્રાયોગિક રંગભૂમિમાં દરેક વસ્તુઓ અલગ હોય છે. જેમાં સેટ્સ, લાઈટસ, સંગીત દરેક પાસાઓમાં કંઈક જુદું હોય છે. જેની સફળતા કે નિષફળતા પડદો ખુલ્યા બાદ ખબર પડે છે. બન્ને રંગભૂમિ પ્રેક્ષકોનાં વિચાર, એમની આસ્થા એમનો સ્વભાવ બદલવાનો અથવા પોતાની વાત મનમાં નાખવાનો પ્રયાસ કરે છે. બન્ને રંગભૂમિ પર પ્રેક્ષકો નાટકને એમને જુદી દ્રષ્ટિથી મૂલવે છે.
ચારી સાહેબે આજે એમના અનુભવો અને આજ સુધીનાં નાટયજીવન વિશેની ઘણી જ ઝીણી ઝીણી વાતો પોતાના ફેન્સ અને પ્રેક્ષકો સામે મૂકી. 1922 થી 2021 ગુજરાતી લગભગ સો વર્ષ પૂરા કરવા ને આરે છે. ત્યારે ચ.ચી.મહેતા, ક.મા. મુન્શી અને કવિ સુંદરમે પ્રાયોગિક રંગભૂમિ તરફ કેવી રીતે વળ્યા એના પર પ્રકાશ પડતા વિસ્તારથી કહ્યું કે પહેલાની રંગભૂમિ પર સાહિત્યકારો વધુ દેખાય. 1948 પછી ર.ચો.પરીખે ગુજરાતી નાટકો લખવા, ભજવવા આ વ્યવસ્થા કરી. પ્રવીણ જોશી બાદ નાટકનું એક ન ભુલાય એવું નામ કાંતિ મડિયા. કે જેમણે લાભ શંકર ઠાકર નું નાટક પીળું ગુલાબ રચ્યું, અને આલા ખાચરની કવિતા રંગમચ પર નાટક સ્વરૂપે જીવંત કરી . અને જગદીશ જોશીની કવિતા પણ રંગમંચ પર ભજવી. 1980માં કાંતિભાઈ દિગ્દર્શિત, સિદ્ધાર્થ ભાઈ અભિનીત, મહામાનવ નાટકની કલીપ જોઈ પ્રેક્ષકો ધન્ય થઈ ગયા. કે ભૂતકાળમાં આવા નાટકો પણ બન્યા છે.
પ્રાયોગિક રંગભૂમિના મૂળ કેટલા ઊંડા હોય છે એ આ કલીપ જોયા બાદ સમજી શકાય. પી.એસ.ચારી પાસે જુના નાટકોનું ઐતિહાસિક કહી શકાય એવું અદ્ભૂત કલેક્શન છે. જેને આજે એમણે કોકોનટ થિયેટરના ચાય વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગનાં લાઈવ સેશનમાં ખુલ્લું મૂક્યું. મોટા મોટા દિગગજો દ્વારા લિખિત, અભિનીત, દિગ્દર્શિત નાટકો માણવા, જાણવા અને સમજવા મળ્યા લગભગ એક કલાકથી વધુ ચાલેલા આ સેશનમાં ઘણી એવી વાતો છે જે નવી પેઢીના યુવાનોને માર્ગદર્શન આપી શકે છે.
જેને ખરેખર દરેક રંગકર્મી એ જોવા અને સાંભળવા જ જોઈએ, પી.એસ.ચારીની ઘણી અમુલ્ય વાતો વિસ્તારથી સાભળવા અને સમજવા એને આપ કોકોનટ થિયેટરનાં ફેસબુક પેજ પર જોઈ શકશો. જો તમને અભિનયમાં કે નાટકના કોઈપણ વિભાગમાં ઇન્ટરેસ્ટ હોય તો તમારે આ સેશન જોવું જ જોઈએ.ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને તથા રંગભૂમિ સાથે સંકળાયેલા મહાનુભાવોને જોવા અને સાંભળવા કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6:00 વાગ્યે લાઈવ જોઈ શકો છે. આવનારા મહેમાનોમાં ભારત યાગ્નિક, ભીમ વાકાની, જયશ્રી પરીખ. ઉત્કર્ષ મઝુમદાર જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોઈ શકશો.તો આજે જ કોકોનટ થિયેટરનાં ફેસબુક પેજને લાઈક એન્ડ ફોલો અને આપ મનગમતા કલાકારોને મળી શકો છો.
આજે જાણીતા સાહિત્યકાર અને નાટ્ય લેખક ડો. રઈશ મણીયાર
આજની કોકોનટ થિયેટરની ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણીમાં જાણીતા સાહિત્યકાર અને નાટ્ય લેખક રઈશ મણીયાર સાંજે 6 વાગે લાઈવ આવીને ‘ફિકશન રાઈટીંગ ફોરે સ્ટેજ એન્ડ ફોર પેઈજીસ’ વિષટ ઉપર પોતાના અનુભવો શેર કરશે. ડો. રઈશ મણિયારને ગુજરાત સંગીત નાટય અકાદમીનો એવોર્ડ તથા આઈ.એન.ટી. દ્વારા કલાપી એવોર્ડ પણ મળ્યો છે.કવિતા-ગીત-ગઝલો સાથે સાહિત્ય નાટ્ય લેખન ક્ષેત્રે ઉમદા કાર્ય કરીને તેમણે શારદા એવોર્ડ અને નર્મદ સુવર્ણચંદ્રક પણ મેળવ્યો છે. તેઓ ખૂબજ સારા રાઈટર છે. તેમના જ્ઞાન-અનુભવોનો લાભ યુવા કલાકારોને અવશ્ય મળશે. તેવા ઉમદા હેતુથી આજનું તેમનું એકેડેમીક સેશન યોજેલ છે. યુવા કલાકારોએ ખાસ જોવા જેવું છે.
થિયેટરે મને નવા-નવા રસ્તાઓ શોધતા શિખવ્યું: અભિનેત્રી અદિતિ દેસાઈ
ગુજરાત ગૌરવ પુરસ્કાર સન્માનિત, ટ્રાન્સમિડિયા એવોડ્ર, અને લાડલી મિડિયા એવોર્ડ પુરસ્કૃત, પ્રખ્યાત અભિનેત્રી, લેખિકા-દિગ્દર્શિકા અને નિર્માત્રીઅદિતિ બેન દેસાઈ. જેમણે પર્યાવરણ દિવસને યાદ કરીને એમના વિષયની શરૂઆત કરી હતી. સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીના લીધે ઘણા લોકોએ પોતાના સ્નેહી સ્વજનો અને ગુમાવ્યા છે. એ દરેકને શાંતિ માટે એક મિનિટ મૌન રાખ્યું. ત્યારબાદ તેમના વિષય રંગભૂમિ એ મને પર્સનલ અને મારી પ્રોફેશનલ લાઇફમાં શું આપ્યું. એ વિષે સુપ્રસિદ્ધ નાટ્યકાર લાભશંકર ઠાકરના દીકરીએ પોતાની લગભગ પચાસ વર્ષની રંગભૂમિ યાત્રા વિષે વાત શરુ કરી. અને જણાવ્યું કે મારો આખો પરિવાર નાટકમય રહ્યો છે. મારા પિતા રંગમંચ પર સક્રિય હતા અને એ વખતે રંગભૂમિ પર સ્ત્રી પાત્રોની ખોટ હતી કોઇ પણ પરિવાર પોતાની માં, બેન , કે દિકરીપાસે નાટક કરાવતો નહીં. ત્યારે મારા પિતાજીએ ભગવાનને પ્રાર્થના કરી હતી કે જો તું મને દીકરી આપીશ તો એને હું રંગભૂમિનો સમર્પિત કરીશ. એટલે જ્યારે હું આ દુનિયામાં નહોતી આવી ત્યારથી મારું રંગભૂમિ પર આવવાનું નક્કી જ હતું.
થિયેટર કરવાથી શું ફાયદો થાય છે અને શું નથી થતો એનો સૌથી મોટો કેસ સ્ટડી હું છું, જયારે બધાના પપ્પા સવારના તૈયાર થઈ બેગ લઈને નોકરીએ જતા ત્યારે મારા પપ્પા સાંજે ધોતિયું ઝભ્ભો પહેરીને નાટક કરવા જતા હતા. મારી મમ્મી ડોક્ટરીનો ધીકતો ધંધો મૂકી મજુરોના દવાખાનામાં કામ કરવા જાતી. પપ્પાની પગદંડી પર ચાલતા હું નાટક શીખી, મારા પપ્પા એ નક્કી કર્યું હતું કે થિયેટરનો ઉપયોગ સમાજમાં સમાનતા લાવવા માટે સમાજમાં રિસ્પેક્ટ લાવવા માટે સમાજમાં માણસને માણસ ગણે એ માટે કરવો. એમ.એ સુધી ભણેલા અદિતીબેને કહ્યું કે પ્રથમ નાટક વખતે હું પંદર સોળ વર્ષની હોઈશ.
પપ્પાએ શરૂઆતમાં જુદા જુદા નાના પાત્રો આપીને થિયેટર સમજાવવાનું નક્કી કર્યું કાલિદાસ, શેક્સ પિયર, ગ્રીક ટ્રેજેડી થી માંડી થિયેટર સુધીના દરેક નાટકોમાં કામ કર્યું. એક નાટકના શો ની યાદ કરતાં તેમણે જણાવ્યું કે હું નાટકમાં સોલીલોકી બોલતી જ ગઈ..બોલતી જ ગઈ અને પડદો પડ્યો ત્યારે મને ખબર પડી કે હું નાટકમાં હતી. નાટક પૂરું થયા બાદ મને ખબર પડી આ નાટક હતું . અનુભવ થયો કે હું કોઈ જુદી જ કક્ષાએ પહોંચી ગઈ મને એવો મને અનુભવ થયો. મને સ્વતંત્રતા નો અનુભવ થયો છે. મને એમ થયું કે હું કોઈ જુદી જ કક્ષાએ પહોચી ગઈ છું.
જે લગભગ પોતાના કામમાં ઓતપ્રોત થઈ જતાં દરેક કલાકારને થતો હશે. આ અનુભવ તમે કોઈ બીજું કામ કરો ત્યારે થાય છે ? જીવન એ માત્ર કાળું અને ધોળું નથી એ અનેક ગ્રે શેડ વાળું છે. નાટકથી તમે માનવ મનને ઓળખતા થશો. થિયેટરે મને નવા નવા રસ્તા શોધતા શીખવ્યું. દરેકને એના નાના મોટા કામમાટે માટે આપતા શીખવ્યું, દિગ્દર્શક તરીકેની શરૂઆત કરતાં પણ હું કોઈ પાસે કંઈ શીખી નથી. જોઈ જોઈને પૂછી પૂછીને દિગ્દર્શક બની છું. અદિતિ બહેને પોતાના એવોર્ડ વિનિંગ નાટક કસ્તુરબા વિશે વિગતવાર વાત કરી કે આજે ગાંધીજી વિશે આખું જગત જાણે પણ કસ્તુરબા વિશે કેટલાને ખબર હશે?