આજે રાજકોટના એવા ઘણા મોટા વેપારીઓ અને ઉદ્યોગપતિઓ છે જે ગુરૂની સંસ્થાઓમાં અભ્યાસ કરતા અને એ સમયે શાસ્ત્રીમેદાનમાં ગુરૂ દ્વારા શરૂઆત કરવામાં આવેલા લોક-સાંસ્કૃતિક જન્માષ્ટમી મેળામાં સ્ટોલમાં બેસીને ધંધાની શિખતા. આ રીતે જોઇએ તો રાજકોટના ઉદ્યોગપતિઓની વ્યાપારિક સૂઝ અને વ્યવહાર કુશળતાના ગુણ ગુરૂએ યુવાવસ્થામાં પ્રવેશતા પહેલા જ શિખવ્યા હતા.
તેઓ અમારા પિતાતુલ્ય હતા માટે અમે કંઇ કામ કઢાવવા તેમનાથી રિસાય પણ જતાં અને તેઓને અમને મનાવતા જાજો સમય ન લાગતો. એકવાર હું પણ રીસાણો એટલે સાંજના સમયે જ્યારે હું મોટી ટાંકી ચોકએ ઉભો હતો ત્યારે એક આગેવાન મહેશભાઇ સવાણીને લઇ ગાડીમાં બેસાડી નિકળ્યા, હું ત્યાંજ ઉભો હતો અને ત્યારે બારીમાંથી હાથ ઉંચો કરી માથું હલાવતા મને પૂછ્યું નરેન્દ્રસિંહ મજામાં? અને આડકતરી રીતે મને કહ્યું કે હું આમને લઇને જાવ છું. ગુરૂ એવા અવતારી આત્મા હતા જેના હૈયામાં જનકલ્યાણ શ્ર્વાસેશ્ર્વાસે ધબકતું હતું. જેઓએ શિક્ષણ અને જનકલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યુ. તેઓ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર હતા.
ગુ‚નો અર્થ સંપૂર્ણપણે જો કોઇએ સાર્થક કરીને આ ધરતી પરથી વિદાય લીધી હોય તો એ લાભુભાઇ ત્રિવેદી હતા જેઓ શિક્ષણ ક્ષેત્રે તો પોતાનું યોગદાન આપ્યું જ છે. પરંતુ રાજકોટના વિકાસમાં પણ તેમનો સિંહફાળો રહ્યો છે.
ગુ‚ બરાબર જાણતા હતા કે નાના બીજને વટવૃક્ષ કઇ રીતે બનાવવું. આવા અનેક વટવૃક્ષોના વિસ્તારમાં ગુ‚એ પોતાના પરસેવાથી વિદ્યાર્થીઓનું સિંચન કર્યુ હતું.
ઉદ્યોગજગતના મહારથીઓ, રાજકિય મહાનુભાવો, ન્યાય અને કાયદાક્ષેત્રે નામના બનાવી ચૂકેલા બુદ્ધિજીવીઓ, પત્રકારો, લેખકો જેવા વિવિધ ક્ષેત્રે કાર્યરત અગણિત મીઠા ફળોનો રસસ્વાદ સમાજ માણી રહ્યો છે જેનો શ્રેય ગુરૂજીને જાય છે તેમ નરેન્દ્રસિંહ જાડેજાએ મુલાકાતમાં અંતમાં ભાવુક બનીને જણાવ્યું હતું.