આજ રોજ સિટીમાં એક પણ મોત નહીં : સુરેન્દ્રનગરના દર્દીનો સિવિલમાં વાયરસે ભોગ લીધો
આજ રોજ રાજકોટ જિલ્લામાં ભૂકંપના આચકા આવ્યા બાદ કોરોના વાયરસ 26 પોઝિટિવ દર્દી નોંધાતા તંત્રમાં હરકતમાં આવ્યું . જ્યારે આજ રોજ શહેરમાં એક પણ દર્દીનું મૃત્યુ નોંધાયું ન હતું. પરંતુ સુરેન્દ્રનગરના કોરોના પોઝિટિવ દર્દીએ સિવિલ હોસ્પિટલમાં ચાલુ સારવારમાં દમ તોડ્યો હતો. શહેરમાં અત્યાર સુધી કુલ પોઝિટિવ દર્દીઓનો આંક ૫૦૦ નજીક પહોંચી ગયો છે.
રાજકોટમાં કોરોનાની મહામારી વચ્ચે આજ રોજ સાંજ ના 5 વાગ્યા સુધીમાં કુલ નવા ૨૬ લોકોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. દિન પ્રતિદિન વાયુવેગે વધતા કોરોના કેસમાં ગઈ કાલે સાંજ સુધી આજ સાંજના સમયગાળા દરમિયાન વધુ ૧૩ લોકો કોરોનાની ઝપટે ચડ્યા છે. જેમાં આજ રોજ લક્ષ્મીવાડી-૭ માં રહેતા તુષારભાઈ નરોતમભાઈ વાલિયા(ઉ.વ.૪૬), ન્યુ પરસાણાનગર માં રહેતા હંસાબેન બીપીનભાઈ વાઘેલા (ઉ.વ.૫૦), જીવરાજપાર્કમાં આર્યલેન્ડ રેસિડેન્સીમાં માલતીબેન પ્રગનેશભાઈ વોરા (ઉ.વ.૩૬), ભગવતીપરા-૧ માં મંજુબેન ધીરુભાઈ મકવાણા (ઉ.વ.૪૨), કોઠારીયા મેઈન રોડ પર મોહનભાઇ લક્ષમણભાઈ ચુડાસમા (ઉ.વ.૬૦), રૈયા રોડ નહેરુનગરમાં દિપકભાઇ દિલીપભાઈ રિબડીયા (ઉ.વ.૪૨), સોની બજારમાં મયુરભાઈ વિલાસદાસ દેવકર(ઉ.વ. ૩૨), મારુતિનગર મેઈન રોડ હુડકો પાસે કૌશલ્યાબેન શાંતિલાલ રાઠોડ(ઉ.વ.૫૨), મવડી મેઈન રોડ જલારામ સોસાયટી માં બચુભાઇ વાસાભાઈ કુંભારડીયા(ઉ.વ.૭૫), કાલાવડ રોડ પર જ્યોતિનગરમાં વિપ્લેસ દિનેશભાઇ ગોધાણી (ઉ.વ.૫૨), અક્ષરનગર હીરાના બંગલા પાસે અરવિંદભાઈ માવજીભાઈ સંચાણિયા (ઉ.વ.૫૧), કોઠારીયા કોલોની પાસે પતંજલિભાઈ હરિભાઈ જાજલ (ઉ.વ. ૩૫) અને રાજકમલ માં ગુણાતીનગર-૨ માં રહેતા પ્રવિણભાઇ એમ. સંચાણીયા (ઉ.વ.૫૬) નિર્મળાબેન જમનાદાસ ઘોડાસરા (૭૫/સ્ત્રી) સરનામું : બ્લોક નં. ૩૦૨, કેસરી નંદન એપાર્ટમેન્ટ, આલાપ એવન્યુ પાછળ, રાજકોટ, જગતપ્રકાશ ભરતભાઈ કાચા (૪૩/પુરૂષ) , સરનામું : યોગીકુંજ, હંસરાજનગર શેરી નં. ૧, રેલ્વે જંકશન પાસે, રાજકોટ, પ્રીયંકા અમીશ ટંકારીયા (૩૩/સ્ત્રી), સરનામું : બુટાઈ કૃપા, શેરી નં. ૪, શીતલ પાર્ક, બજરંગવાડી પાસે, રાજકોટ, હરીશભાઈ અંબુભાઈ પટેલ (૬૦/પુરૂષ), સરનામું : પ્લોટ નં. ૨૪, વિવિધ કર્મચારી સોસાયટી પાર્ટ-૧, ગ્રાન્ડ સેન્ટ્રલ મોલ પાછળ, નાનામૌવા મેઈન રોડ, રાજકોટ, જ્યોત્સનાબેન ભુપતભાઈ માથુકિયા (૭૭/સ્ત્રી) સરનામું : આદિનાથ, વર્ધમાનનગર, શેરી નં. ૯, પેલેસ રોડ, રાજકોટ, અરૂણાબેન જીતેન્દ્રભાઈ રાવલ (૪૭/સ્ત્રી), સરનામું : પરીશ્રમ, ૨-મારૂતીનગર, એરપોર્ટ રોડ, રાજકોટ, બાબુ ગોકન (૭૫/પુરૂષ) સરનામું : પારીજાત રેસીડેન્સી, બ્લોક નં. ૧૨૪, હિતેષ તલકશી (૪૦/પુરૂષ) સરનામું : હસનવાડી, પીપળીયા હોલ સામે , મહેશ જીવા સોલંકી (૫૯/પુરૂષ), સરનામું : અમરનાથ સોસાયટી શેરી નં. ૧૩, રાજકોટ, આરતી વનરાજ ચૌહાણ (૨૫/સ્ત્રી) સરનામું : સમર્પણ પાર્ક શેરી નં. ૩, રેલ નગર, રાજકોટ, આરતી નિર્મલ મશરૂ (૩૩/સ્ત્રી) સરનામું : પર્ણ કુટીર સોસાયટી-૧, અમીન માર્ગ, રાજકોટ , ઈશ્વરલાલ તહલરામ (૬૭/પુરૂષ) સરનામું : જામનગર રોડ, પરસાણા નગર, રાજકોટ, સંગીતા પ્રવિણ ઘડુસીયા (૪૧/સ્ત્રી) સરનામું : લક્ષ્મીવાડી મેઈન રોડ, રાજકોટ આજ રોજ કોરોનાના ભરડામાં સપડાયા છે. આરોગ્ય સચિવ જ્યંતી રવિએ રાજકોટ આરોગ્ય અધિકારી અને તબીબોની કામગીરીને બિરદાવી હતી. ત્યારે આજ રોજ કોરોના પોઝિટિવ ૧૩ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં રાહતનો શ્વાસ લેવાયો છે. જ્યારે સિટી વિસ્તારમાં પણ આજ રોજ કોઈ દર્દીનું હજુ સુધી મોત નિપજ્યું ન હતું. પી.ડી.યુ સિવિલ હોસ્પિટલ ફક્ત રાજકોટ જ નહીં પરંતુ આસપાસના સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ માટે સારવાર નું કેન્દ્ર સ્થાન ગણવામાં આવે છે. ત્યારે આજ રોજ સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં સારવાર લઈ રહેલા સુરેન્દ્રનગરના કોરોનાગ્રસ્ત દર્દી મહિપતસિંહ મક્કમસિંહ પરમાર (ઉ.વ.૬૨)નું મોત નિપજ્યું હતું.
- કોરોનાગ્રસ્ત મૃતદેહ સ્મશાન સુધી પહોંચાડવા ફાયરબ્રિગેડની સરાહનીય કામગીરી
કોરોના મહામારી જેમ જેમ વધી રહી છે તેમ તેમ મૃત્યુદર પણ વધતો જોવા મળી રહ્યો છે. કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત બાદ અનેક તકેદારી સાથે તેમના મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડવામાં આવે છે. જેની તકેદારી રાખવા માટે ફાયરબ્રિગેડના જવાનો ખૂબ જ સરાહનીત કામગીરી કરી રહ્યા છે. કોરોના સંક્રમણને ફેલાતો રોકવા અને પોઝિટિવ આવતા દર્દીઓને સાજા કરવા માટે અનેક કોરોના વોરિયર્સની તરીકે ફરજ બજાવી રહ્યા છે. પરંતુ કોરોનાગ્રસ્ત દર્દીના મૃત્યુ બાદ તેમના સાગા સંબંધીઓને પણ દૂર રાખવામાં આવે છે. પરંતુ આવા કપરા સમયે ફાયરબ્રિગેડના જવાનો પોતાની પરવાહ કર્યા વગર હોસ્પિટલ થી સ્મશાન સુધી કોરોના પોઝિટિવ કે શંકાસ્પદ દર્દીઓના મોત બાદ ફાયરબ્રિગેડના જવાનો તેમના મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડી તમામ કામગીરી સરાહનીય કરે છે.