ગ્લોબલવોર્મિંગ અને એવા કેટલાય કારણોના લીધે રોગચાળો વધુ ફેલાય છે. અને આ પ્રદુષણ હવામાં જ ફેલાયેલું હોવાથી તેનાથી બચવું પણ એક મુશ્કેલ પ્રશ્ન છે. તેવા સમયે આ પ્રદૂષણયુક્ત હવાને શુદ્ધ કરી સ્વાસ્થ્યને સ્વસ્થ રાખી શકાય છે. જેના માટે તમારે ઘરમાં કેટલાક એવા છોડ ઉછેરવાના આવે છે જેનહવામ રહેલા કાર્બનમોનોક્સાઈડ અને અન્ય પ્રદુષિત તત્વોને શોષી લે છે. તો જોઈએ કે એવા ક્યા પ્લાન્ટ છે જેને ઘરની અંદર ઉગાડી શકાય.
વાંસ :
ઘરની અંદર વાંસનો છોડ ઉગાડવાથી તે હવામાં રહેલા કાર્બન મોનોક્સાઈડ, બેન્જીન, ક્લોરોફોર્મ જેવા પ્રદુષક તત્વોને દોર કરે છે અને હવાને શુદ્ધ રાખે છે. આ ઉપરાંત તેને વધુ સૂર્ય પ્રકાશની જરૂરત ન હોવાથી તે ઘરની અંદરજ રાખી શકાય છે.
રબર :
રબર એ ભારતમાં સામાન્ય રીતે જોવા મળતું એક વૃક્ષ છે. જેને ઘરની બહાર ઉગાડવાથી હવા શુદ્ધ થાય છે જે હવામાં રહેલા કાર્બન મોનોક્સાઈડની સાથે સાથે ટ્રાઇક્લોરાઇથીલીન જેવા તત્વો દૂર કરે છે. રબરને વધુ સૂર્ય પ્રકાશ અને પાણીની જરૂરત હોવાથી તેને ઘરની બહાર જ ઉગાડવામાં આવે છે.
સોપારી :
સોપારીના વૃક્ષનું કામ પણ હવાને શુદ્ધ કરવાનું છે પરંતુ તેને પણ સૂર્ય પ્રકાશ અને પાણીની ખુબ વધુ જરૂરત હોવાથી ઘરની બહાર તેને ઉગાડવામાં આવે છે.
ક્રિસેન્થમમ :
આ એક એવો છોડ છે જેમાં સરસ રંગબેરંગી ફુલો પણ આવે છે અને સાથે સાથે હવામાંથી એમોનિયાને પણ દૂર કરે છે. તેને પણ ઘરના ગાર્ડનમાં ઉગાડવા જોઈએ અને તેની કાળજી માટે તેને થોડા થોડા સમયે પાણી આપવું જોઈએ જેથી તે ફ્રેશ રહે.