માણસો સ્વભાવ, લક્ષણોનું સંબંધમાં વિશેષ મહત્વ છે. લોકોને ઓળખવા તેનો સ્વભાવ ઓળખવો ખુબજ જરૂરી છે કેટલાક માણસો નાની નાની વાતમાં ખુબ જ ગુસ્સે થતા જોવા મળે છે. પણ હકિકતમાં જોઇએ તો તેને જીવનમાં ખુબ જ પ્રેમ ઓછો મળવાથી તેમનો સ્વભાવ એવોથયો છે.
ઘણા માણસો કયારેય રડતા નથીને ગર્વથી કહેતા હોય કે મરદ કયારેય રડે નહી પણ વાસ્તવમાં તે અંદરથી ખુબ જ કમજોશ હોય છે. વળી કેટલાક તો અસામાનય ઢંગથી જમતા હોય છે તેવા લોકોની મનની સ્થિતિ જોઇએ તો તે ખુબ જ પરેશાન હોય છે.
માણસ તેના ચિત્ર વિચિત્ર સ્વભાવને કારણે અડખામણો થતો હોય છે. કેટલાક માનવી તો નાની નાની વાતમાં રડવા લાગતા હોય છે પણ ખરેખર તો તે નિર્દોષ અને દિલના સાફ હોય છે માનવીના મગજ મન સાથેની તંદુરસ્તી જરુરી છે. માનસિક સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત માટે જરૂરી છે.
અમુક માનવી તો વાત વાતમાં હસવા લાગે છે અને મિત્રો પરિવાર સાથે પણ હસવા લાગે છે ખરેખર જોઇએ તો તે અંદરથી ખુબ જ એકલો પડી ગયો હોય છે માણસને એકલતા કોરી ખાય છે ત્યારે તેનું બ્રાહય વર્તન તેની આંતરીક નબળાઇ જવાબદાર હોય છે.
સમાજમાં કે મિત્ર વર્તુળ તથા પરિવારમાં ઘણા લોકો તમે પણ જોયા હશે કે જેના સ્વભાવથી સૌ કોઇ ત્રસ્ત હોય છે. માનવીના માનસિક સ્વાસ્થ્ય અને તેના સ્વભાવને સિધો સંબંધ છે.