શું તમે ડિપ્રેશન કે હ્યદયને લગતા પ્રશ્નોથી પીડાવ છો ???? તો આયુર્વેદની આ થેરાપી તેનો અકસીર ઈલાજ છે….

આજકાલના ઝડપી યુગમાં લોકો એટલા વ્યસ્ત બની ગયા છે કે તેના સ્વાસ્થ્ય માટે પૂરતો સમય નથી આપી શકતા. અને મોટી ગંભીર બીમારીઓનો શિકાર બને છે. જેમાં ડિપ્રેશન, તણાવ, હાર્ટની બીમારીઓ, અને ડાયાબિટીસ જેવી બીમારીઓનો શમાવેશ થાય છે. અને આ બીમારીમાં રાહત મેળવવા લોકો અનેક એલોપેથી દવાનો સહારો લ્યે છે પરંતુ તેની આડ અસર પણ એટલી જ જોવા મળે છે.ત્યારે અહીં કેલિક એવી આયુર્વેદી થેરાપી વિષે જાણીશું જેનાથી આ પ્રકારની અનેક બીમારીથી છુટકારો મેળવી શકાય છે.આયૂર્વેદની ધારા થેરાપી વિષે વિસ્તારથી જાણીશું , જેમાં વિવિધ પ્રકારના તેલ અને પદ્ધતિ દ્વારા આ થેરાપી આપવામાં આવે છે.

શિરોધારા…

Shirodhara Ancient Way to Cure Modern Ailmentsડિપ્રેશન અને તણાવ જેવા પ્રશ્નોને દૂર કરવા આ પ્રાચીન પદ્ધતિનો ઉપયોગ થયા છે. આ થેરાપી દ્વારા નર્વસ સિસ્ટમ પાર હકારાત્મક પ્રભાવ પડે છે. આ ઉપરાંત ઓછી યાદ શક્તિ, ચહેરાનો લકવો, માથાનો દુ:ખાવો, માઈગ્રેન, અનિંદ્રા,જેવી સમસ્યાઓમ પણ રાહત મળે છે. આ થેરાપી દ્વારા ખોડો, વાળ ખરવા, વાળ સફેદ થવા, માથામાં ચામડીના થવા જેવા પ્રશ્નોથી પણ રાહત મળે છે.

શિરોધારા કરવાની રીત….

આ થેરાપી આપવા માટે શાંત અને સામાન્ય તાપમાન વળી જગ્યા પસંદ કરવામાં આવે છે જ્યાં જરા પણ કોઈ જાતના અવાજનું ડિસ્ટબન્સ ના હોઈ…

થેરાપી દરમિયાન એક ધારદાર વાસણમાં તેલ નાખી એ તેલની ધાર મસ્તિષ્ક પર પાડવામાં આવે છે. જે આશરે 50 મિનિટ સુઘી પાડવામાં આવે છે. જેના દ્વારા તેલ મસ્તિષ્કના એ દરેક ભાગ સુધી પહોંચે છે જ્યાં પ્રોબ્લેમ હોઈ.

તેલ પણ શરીરના પ્રશ્ન મુજબ અલલગ પસંદ કરવામાં આવે છે. 40-42 ડિગ્રી સુધી ગરમ તેલ શરીરમાં રક્ત પ્રવાહને પણ સંતુલિત કરે છે.

તક્રધારા…

2 68ટ્કરાધારા થેરાપીમાં તેલની બદલે માખણનો ઉપયોગ થાય છે. જે વ્યક્તિને હાઇપરટેંશન, માથાનો દુ:ખાવો, હાર્ટનો પ્રોબ્લેમ, આંખ અને કાનની સમસ્યાઓ હોઈ છે તેના માટે આ થેરાપી સૌથું ઉત્તમ છે. આ થેરાપી શરીરના જે અનભ પાર સમસ્યા હોઈ ચ એ સ્થાન પાર માખણની ધારા આપી ટ્રીટમેન્ટ કરવાની આવે છે.

તક્રધારા આપવાની રીત…

જે વ્યક્તિને હાઇપરટેંશન છે તેને મસ્તિષ્ક પાર માખણની ધારા આપવામાં આવે છે.

સરેશ અને તણાવની સમસ્યા છે તો આખા શરીરને મખાનું સ્નાન કરવાવમાં આવે છે.

ગોઠણ,કમરમાં પ્રોબ્લેમ છે તો તેને એ ભાગમાં માખણની ધારા આપવામાં આવે છે.

ધારા આપવા માટે નવશેકા માખણની 4-5 ઇચની ઉંચાઈથી ધાર કરવામાં આવે છે.

ક્ષીરધારા…

3 58આ થેરાપીમાં મેડિકેટેડ દૂધ અને તેલનો ઉપયોગ થાય છે.આ થેરપીન શિરોધારાની જેમ જ આપવામાં આવે છે. પરંતુ તેમાં માત્ર તેલનો ઉપયોગ નથી હોતો. જે સ્ત્રીઓને અનિંદ્રા, માથાનો દુ:ખાવો અને શરીરની કલ્ટાર જેવી સમસ્યાઓ સતાવે છે તેના માટે આ થેરાપી બેસ્ટ છે.

ધનયમલાધારા…

4 44આ ટ્રીટમેન્ટ સ્પાઈનલ ડિસઓર્ડર, ન્યુરોલોજિકલ ડિસઓર્ડર, આર્થરાઇટિસ, અસ્થમા, સ્પોન્ડિલાઇટીઝ જેવી બીમારીઓ વળી વ્યક્તિઓ માટે હોઈ છે. આ થેરાપીમાં આયુર્વેદિક તેલ ગરમ કરી શરીરના કેટલાક ભાગો પર મસાજ કરવામાં આવે છે. થોડા દિવસો સુધી મસાજ કરવાથી દરેક સમસ્યાનો ઉકેલ આવે છે.

સર્વાંગધારા…

7આ થેરાપી દરમિયાન આખા શરીરને 6-7 લીટર નવશેકા તેલથી નાવડાવામાં આવે છે. ત્યાર બાદ આખા બોળ્યનું મસાજ કરવામાં આવે છે. આ થેરાપીથી મસ્ક્યુલર પેઈન, સાંધાની જકડન, હોર્મોન્સ ઈમ્બેલેન્સ, જેવી સમસ્યાઓને દૂર કરી શકાય છે. જો તમને કોઈ જાતના ચામડીને લગતા રોગ હોઈ તો તેના માટે આ બેસ્ટ થેરાપી છે.

નેત્રધારા…

8 11

જો તમને આંખથી સંકળાયેલી કોઈ સમસ્યા છે તો નેત્રધારા દ્વારા તેમે તેને દૂર કરી શકો છો. આંખની સમસ્યા દૂર કરવા માટે આ થેરાપીમાં ત્રિફળાના પાણીથી આંખને સાફ કરવામાં આવે છે. ત્યાર બાદ ધારદાર વાસણથી આંખમાં ત્રિફળાનું પાણી નાખવામાં આવે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.