- જ્યાં સુધી ભૂલ કરવાની સ્વતંત્રતા ના હોય ત્યાં સુધી સ્વતંત્રતાનો કોઇ અર્થ નથી.
- પોતાની ભૂલને સ્વીકારવી કચરો વાળવો સમાન છે.
- કામનું ભારણ નહીં પરંતુ અનિયમિતતા પણ માણસને મારી નાંખે છે.
- કોઇ પણ કામને પ્રેમથી કરો અથવા તેને કરશો જ નહીં.
- પુસ્તકોની કિંમત રત્નો કરતાં પણ વધારે છે.
- જિંદગીના દરેક દિવસ એવી રીતે જીવવા જોઇએ જેમકે તે તમારા જીવનનો છેલ્લો દિવસ છે.
- કોઇ પણ તમારી મરજી વગર તમને નુકસાન પહોંચાડી શકતું નથી.
- આંખના બદલામાં આંખ પુરા વિશ્વને અંધ બનાવી દેશે.
- વિશ્વના બધાજ ધર્મ ભલે અન્ય વસ્તુઓમાં અંતર રાખતા હોય પણ તેઓ એક વાતે સહમત છે કે દુનિયામાં ફક્ત સત્ય જ જીવિત રહે છે.
- જો મનુષ્ય કંઇક શિખવા માંગે તો તેની દરેક ભૂલ તેને કંઇક શિક્ષણ આપે છે.
- તમે દરરોજ તમારા ભવિષ્યની તૈયારી કરો છો.
- બુદ્ધિવાળો કામ કરતાં પહેલા વિચારે છે અને મૂર્ખ કામ કર્યા પછી વિચારે છે.
- કોઇ પણ લક્ષ્ય સુધી પહોંચવાનો પ્રયત્ન ગૌરવશાળી હોય છે.
- પહેલા તેઓ તમારા પર ધ્યાન નહિ આપે, પછી તેઓ તમારા પર હસશે, પછી લડશે અને ત્યારે તમે જીતી જશો.
- તમારે તમારામાં એવો ફેરફાર કરવો જોઇએ જેમ કે તમે દુનિયા માટે વિચારો છો.
- હું હિંસાનો વિરોધ કરું છું કારણકે જયારે એવું લાગે છે કે તેઓ સારું કામ કરી રહ્યા છે તો તેમનું સારું કામ અસ્થાઈ હોય છે ,અને તેઓ ખરાબ કરે તે સ્થાઈ હોય છે.
મહાત્મા ગાંધીના જીવનના કેટલાક એવા વિચારો જે જીવનમાં આપી શકે છે સફળતા…
Previous Articleએનડીએ દ્વારા રજૂ કરેલા અંદાજપત્રના હાઇલાઇટ્સ પર એક નજર
Next Article ‘વાઉ’ બસનાં માધ્યમથી ૧૭ બાળકોનું શિક્ષણ સાથે મિલન