મ્યુનિ.કમિશનરે રજૂ કરેલા રૂ.૧૭૨૭.૫૭ કરોડના બજેટમાં કેટલીક નવી યોજનાઓ મુકાશે: વાહન વેરામાં સુચવેલો વધારો સંભવત: મંજૂર કરાશે
રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૧૮-૧૯નું મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ દરખાસ્ત સ્વરૂપે રજૂ કરેલા રૂ.૧૭૨૭.૫૭ કરોડના બજેટને આવતીકાલે સ્ટેન્ડિંગ કમીટી સુધારા વધારા સો બહાલી આપશે. કમિશનરે બજેટમાં પાણી વેરો બમણો કરવા અને વાહન વેરો અઢી ગણો કરવા સુચન કર્યું છે. પાણી વેરામાં વધારો ફગાવાઈ અને વાહન વેરામાં વધારો મંજૂર કરાઈ તેવી સંભાવના હાલ જણાય રહી છે. સ્ટેન્ડિંગ કમીટી બજેટમાં કેટલીક નવી યોજનાઓનો પણ સમાવેશ કરે તેવું લાગી રહ્યું છે.
કાલે સવારે ૧૧ કલાકે ચેરમેન પુષ્કરભાઈ પટેલના અધ્યક્ષ સને મળનારી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં મહાપાલિકાનો વર્ષ ૨૦૧૭-૧૮નું રિવાઈઝડ અંદાજપત્ર અને વર્ષ ૨૦૧૮-૧૯નું વાર્ષિક અંદાજપત્ર મંજૂર કરવા આગામી નાણાકીય વર્ષ માટે સામાન્ય કર અને શિક્ષણ ઉપકર નિયત કરવા, પાણી વેરાના દર નિયત કરવા, ખુલ્લા પ્લોટ ઉપરનો ટેકસ નિયત કરવા, થીયેટર ટેકસ નિયત કરવા, વાહન કર નિયત કરવા, ડોર ટુ ડોર ગાર્બેટ કલેકશન ચાર્જ નિયત કરવા,મિલકત વેરામાં વળતર યોજનાને બહાલી આપવા, ઓનલાઈન પેમેન્ટ કરનારને વિશેષ વળતર આપવા સહિતની અલગ અલગ ૨૨ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. જો કે, કાલે બજેટ મંજૂર કરવા માટે સ્ટેન્ડિંગ કમીટીની બેઠક બોલાવામાં આવી હોય. બજેટની લગતી દરખાસ્તો સીવાયની અન્ય દરખાસ્તો પેન્ડીંગ રાખવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.
મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ ગત ૩૦મી જાન્યુઆરી રજૂ કરેલા વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં રહેણાંક હેતુ માટેના પાણી વેરો રૂ.૮૪૦ થી વધારી રૂ.૧૬૮૦ કરવા અને બિન રહેણાંક હેતુ માટે પાણી વેરો રૂ.૧૬૮૦ થી વધારે ૩૩૬૦ કરવા ઉપરાંત વાહન વેરાનો વર્તમાન દર ૧ ટકો છે જે વધારી ૨.૫ ટકાના સુચન સો રૂ.૧૭૨૭.૫૭ કરોડનું બજેટ રજૂ કર્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ડુકી ગયો હોય આવામાં શહેરીજનો પર ઉનાળામાં પાણી કાપનું જોખમ જળુંબી રહ્યું છે ત્યારે જો ચાલુ વર્ષે પાણી વેરામાં વધારો કરવામાં આવે તો શાસકોએ લોકોના રોષનો ભોગ બનવું પડે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખી પાણી વેરામાં સુચવેલો વધારો નામંજૂર કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે તો બીજી તરફ વાહન વેરાનો વધારો મંજૂર કરવામાં આવશે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમીટી બજેટમાં શહેરના વિકાસને અનુ‚પ અનેક નવી યોજનાઓનો સમાવેશ કરે તેવું લાગી રહ્યું છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન બંછાનીધી પાની વાસ્તવિક બજેટ આપવાનો પ્રયાસ કર્યો છે. બજેટનું કદ ગત વર્ષ કરતા ઘણું ઓછુ છે. દરમિયાન આગામી નાણાકીય વર્ષથી મહાપાલિકા દ્વારા મિલકત વેરાની આકારણીમાં કાર્પેટ એરિયા પઘ્ધતિની અમલવારી કરવામાં આવનાર હોય, ટેક્સની આવકમાં વધારો થવાની સંભાવના હોવા છતાં પાણીવેરા અને વાહનવેરામાં વધારો કરી રાજકોટવાસીઓ પર ૪૪ કરોડનો કરબોજ લાદવામાં આવ્યો છે. આ કરબોજનો ભાજપના શાસકો રાહત આપે તેવી શક્યતા જણાઇ રહી છે. આ ઉપરાંત રાજકોટની પસંદગી સ્માર્ટ સિટી તરીકે કરવામાં આવી હોય, બજેટમાં શાસકો દ્વારા કેટલીક નવી યોજનાઓનો પણ સમાવેશ કરવામાં આવશે તેવુ લાગી રહ્યું છે.